તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મોરવા(હ)ના ભાજપના ઉમેદવારને ચૂંટણીમાં મદદ કરનાર પર હુમલો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટિકિટ ન મળતાં સરકારી કર્મી પતિ-પત્નીએ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ કામ કર્યાનો આક્ષેપ
  • સંતરામપુર પોલીસ મથકે એન્જિનિયર સહિત ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી

સંતરામપુરના હરીધરના મુવાડાના ભાજપના કાર્યકર છત્રાભાઇ રાયજીભાઇ ખાંટે પાનમ જળાશય યોજના કચેરીના અેક્ઝિક્યુટિવ અેન્જિનિયર નાનાભાઇ અમીરભાઇ ખાંટ તથા તેમના પત્ની અને જિલ્લા પંચાયત સદસ્ય નંદાબેન ખાંટ વિરુદ્ધ અાક્ષેપો કરીને માંથાભારે અેક્ઝિક્યુટિવ અેન્જિનિયરને નોકરી પરથી દુર કરવા મુખ્યમંત્રીને લેખીત રજુઅાત હતી. અાક્ષેપ કરતી રજુઅાતમાં અેન્જિનિયર નાનાભાઇ ખાંટની પત્નીઅે મોરવા(હ)ની વિધાનસભાની પેટા ચુંટણીની ટીકીટની માંગણી કરી હતી. પણ ટીકીટ નીમિષાબેન સુથારને મળતાં ભાજપના કાર્યરક હોવાના નાતે છત્રાભાઇ ખાંટે ચુંટણીમાં મદદ કરી હતી.

ટીકીટ ન મળતાં પતિ- પત્નીઅે ભાજપ પક્ષ વિરુદ્ધ કામ કર્યુ હોવાનો અાક્ષેપ કર્યો હતો. પેટા ચુંટણીમાં નિમિષાબેન વિજયી બનતાં નિમિષાબેનને કેમ મદદ કરી તે બાબતે છત્રાભાઇ ખાંટને જાનથી મારી નાખવાની ધમકી અાપી હોવાનો અાક્ષેપ રજુઅાતમાં કર્યો હતો.

જેથી છત્રાભાઇ સામે બીજી અંગત અદાવતના બહાને ગેરકાયદેસર મંડળી રચી મારક હથિયાર સાથે અમારા પરિવાર પર 12/5/2021 ના રોજ જાનથી મારી નાખવાની ધમકી અાપીને નાનાભાઇ ખાંટ, ચંદુભાઇ અમીરભાઇ ખાંટ, પ્રતાપભાઇ ખાંટ સહિત 13 જણાના ટોળાંઅે હુમલો કરતાં સંતરામપુર પોલીસ મથકે પોલીસ ફરીયાદ છત્રાભાઇ ખાંટે નોધાવી હતી. અામ સરકારી નોકરી ન કરીને અન્ય પ્રવૃતિઅોમાં રચ્યા પચ્યા રહેનાર અેન્જિનિયર નાનાભાઇ ખાંટને નોકરી પરથી દુર કરવા ભાજપના કાર્યકર છત્રાભાઇ ખાંટે રાજયના મુખ્યમંત્રીને કરી હતી.

અન્ય સમાચારો પણ છે...