વિવાદ:વરઘોડો જોવા ઉભા રહેલા દંપતી પર 4 લોકોનો હુમલો

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારના અન્ય સભ્યો પણ ઉભા હતા

ચલાલીમાં લગ્નપ્રસંગે વરઘોડો નિકળ્યો હતો. જેને જોવા માટે બળવંતસિંહ ચાૈહાણ, પત્નિ પારૂલબેન સહિત પરિવાર બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. તે દરમ્યાન ડીજેના તાલે નાચતા યોગેશ ચાૈહાણ, યુવરાજસિંહ ચાૈહાણ, યોગેશભાઇ ગોપાલભાઇ ચાૈહાણ તથા વિશાલ ચાૈહાણ પારૂલબેન સામે જોઇ ગાળો બોલતા હતા. અા અંગે બળવંતસિંહે ગાળો નહી બોલવાનું કહેતા ચારે ઉશ્કેરાઇ ગાળો બોલવા લાગ્યા હતા.

યુવરાજસિંહ, યોગેશભાઇ ગોપાલભાઇ તથા વિશાલે બળવંતસિંહને માર મારવા લાગ્યા અને યોગેશભાઇ દિનેશભાઇઅે હાથમાં પહેરેલ કડુ માથા પર મારતા લોહી નિકળ્યુ હતુ. વધુ મારમાંથી બળવંતસિંહને છોડાવ્યા હતા. 108 દ્વારા ગોધરા સરકારી દવાખાને ખસેડવામાં અાવ્યા હતા. અને 11 અેપ્રિલે સારવાર બાદ રજા અાપતા બળવંતસિંહ તેમની પત્નિ પારૂલબેન સાથે વેજલપુર પોલીસ મથકે પહોચી ચાર વ્યક્તિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...