સહાય યોજના:ભૂગર્ભ પાણીના ટાંકા માટે સહાય લેવા અરજી કરાશે

ગોધરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 15મી ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો ખેત ઉત્પાદન વધારીને આર્થિક રીતે સમૃદ્ધ થાય તે માટે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન આત્મનિર્ભર પેકેજ અંતર્ગત કોમ્યુનિટી બેઈઝ્ડ ભુગર્ભ પાણીના ટાંકા બનાવવા માટેની સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ જૂથમાં અરજી કરવાની રહેશે તેમજ જૂથ દ્વારા નક્કી કરાયેલ જૂથ લીડરના ખાતામાં ખર્ચના ૫૦ ટકા અથવા ૯.૮૦ લાખ બેમાંથી જે ઓછુ હોય તે ચૂકવવામાં આવશે. આ યોજના હેઠળ યુનિટ કોષ્ટમાં ઓછામાં ઓછા ૧૦૦૦ ઘનમીટરની ક્ષમતાવાળી આર.સી.સી.ની પાકી ભૂગર્ભ/ સ્ટોરેજ ટાંકી સાથે ઈલેક્ટ્રીક રૂમ, ઈલેક્ટ્રીક બોર્ડ અને ઈલેક્ટ્રીક પંપ/મોટર સહિતની સામગ્રીની ક્ષમતાનો સમાવેશ કરવાનો રહેશે. આ યોજનાનો ખેડૂત ખાતેદારો સંમતિથી જૂથ બનાવી લાભ મેળવે તે હેતુથી સરકાર દ્વારા તા. ૧૫/૦૮સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂક્યું છે,