યોજના અંતર્ગત સહાય:પંચમહાલ જિલ્લાના પ્રથમ લાભાર્થીને સહાય ચૂકવાઇ

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંગાસ્વરૂપ પુનઃ લગ્ન યોજના અંતર્ગત

રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત ગંગાસ્વરૂપ બહેનોને પુનઃલગ્ન કરી નવા જીવન માટે પ્રોત્સાહિત કરવા માટે ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. જે હેઠળ રૂા.50 હજારની મદદ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના હસ્તે જિલ્લાનાં પ્રથમ લાભાર્થીને આર્થિક સહાય આપવામાં આવી હતી. આ યોજના અંતર્ગત લાભાર્થી સોનલબેનને બચત ખાતામાં ડી.બી.ટી મારફતે રૂા 25 હજાર તેમજ રૂા. 25 હજારના રાષ્ટ્રીય બચતપત્ર સ્વરૂપે મળી કુલ રૂા.50 હજારની આર્થિક સહાય આપવામાં આવી છે.

કલેક્ટરે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણ, ગંગાસ્વરૂપ મહિલાઓના પુનઃ લગ્ન અંગે સામાજિક દ્રષ્ટિકોણમાં પરિવર્તન તેમજ લગ્ન કરવા ઇચ્છુક ગંગાસ્વરૂપ મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદેશ્ય સાથે આ યોજના અમલમાં મુકી છે. લાયકાત ધરાવતા જિલ્લાના અન્ય ગંગાસ્વરૂપ મહિલાઓને લાભ માટે આગળ આવવા તેમજ અન્ય લાભાર્થીઓને લાભ મેળવવામાં મદદરૂપ થવા મહિલા અને બાળ અધિકારી રોહનકુમાર ચૌધરીએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...