તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:હાલોલ સ્થિત JCB કંપની દ્વારા કોરોના સંક્રમિતો માટે મેડિકલ સામગ્રીની સહાય

ગોધરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓને તેમજ ડૉક્ટરશ્રીઓને જોઈતી સગવડો પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુથી હાલોલ ખાતે અાવેલ JCB કંપનીના લેડી બેમ્ફોડ ચેરીટેબલ ટ્રસ્ટ (LBCT) અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) હાલોલ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ અને તાજપુરા ખાતે કોવિડ કેર સેન્ટર માટે વિવિધ મેડિકલ સાધનસામગ્રી અને ઉપકરણોની સહાય કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા 30 મલ્ટી પેરા મોનીટર , 01 ડીફ્રેરેબિલેટર, 04 બાયોમેડીકલ વેસ્ટ બીન્સ, 04 ક્રેશ કાર્ટ, 1000 IV સેટ, N 95 માસ્ક-2100, થ્રી લેયર સર્જીકલ માસ્ક-7500, યુરો બેગ-500, પીપીઈ કીટ-1200, હેન્ડ સેનિટાઈઝર, ડિસઇન્ફેકટન્ટની સહાય આપવામાં આવી છે.

કંપની દ્વારા સીએસઆર પ્રવૃતિના ભાગરૂપે ગોધરા કલેકટર અમિત અરોરા અને હાલોલના પ્રાંત અધિકારી એ.કે.ગૌતમ માર્ગદર્શન હેઠળ દર્દીઓને યોગ્ય રીતે પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે તે માટે આયોજન અને કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અરાદ PHCમાં આવતા દરેક ગામને આયુર્વેદીક ઉકાળોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી તેમની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તેમજ આજુબાજુના 20 ગામોમાં રસીકરણ અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આજુબાજુના ગામોને સેનિટાઈઝ કરવા માટે બેટરી વાળા પંપ, માસ્ક, ડિસઇન્ફેકટન્ટ , સેનિટાઇઝર, થર્મલ ગન અને ઓકિસીમીટર વગેરેનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...