તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:ગોધરાના જૈન સંઘ દ્વારા દવાના જથ્થા અને ઈન્જેકશનની સહાય

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 લાખનો મેડિકલનો જથ્થો અાપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

ગોધરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલમાં કોરોના સામેના જંગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર મળી રહી છે. ત્યારે હોસ્પિટલમાં પણ દવા, ઇન્જેક્શન માસ્ક તેમજ જરૂરી વસ્તુઓની અછત અનુભવી રહ્યા છે. ત્યારે ગોધરાના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા તેમજ સમાજના અગ્રણીઓ ક્ષુલ્લકભાઈ ગાંધી, જ્યંતીલાલ શેઠ, સુરેશભાઈ શાહ,અશોકભાઈ દોશી, ડો.નિશાંતભાઈ શેઠ, જયેશભાઇ અને કલ્પેશભાઈએ અત્રે બિરાજમાન જૈનાચાર્ય પૂજ્ય શ્રી શીલચંદ્રસુરીશ્વરજી મહારાજને આ જરૂરિયાત અંગે જણાવતા મહારાજે પણ પોતાના જૈન સમાજને સહાય માટે હાંકલ કરતા જૈન સમાજ દ્વારા ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. જે ફંડ દ્વારા દવાઓ, ઇન્જેક્શનો, માસ્ક વગેરેનો મોટો જથ્થો દાન સ્વરૂપે ગોધરા સિવિલ ખાતે આપી સેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ ચરિતાર્થ કર્યું છે.

ત્યારે જૈન સમાજ દ્વારા આવનાર દિવસોમાં પણ સહાયનો ધોધ વરસાવતો રહે તેવું આયોજન હાલ કરી રહ્યા છે.વધુમાં જૈન સમાજના યુવાનોએ સિવિલમાં, નર્સિંગ કોલેજ અને અલ હયાત મસ્જિદ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓ ને ફ્રૂટ્સ, બિસ્કિટ, એનર્જી ડ્રિંક્સ, ઓ.આર.એસ પેકેટ્સ, વાઈટલ ઝેડ વિટામિનની દવાઓ, હેન્ડ સેનેટાઇઝર, માસ્ક તેમજ અન્ય જરૂરી વસ્તુઓની કીટ બનાવી વિતરણ કર્યું હતું. અને આ કોરોના મહામારીમાં ગોધરા શહેરના દરેક સમાજ, સંસ્થા અને કુટુંબો એક સંપ થઈ સહકારથી યથાશક્તિ સહાય અને સેવકાર્યના યજ્ઞમાં જોડાયા છે. જે સહુના કાર્યને જૈન સમાજ બિરદાવે છે અને દરેકને પ્રભુ વધુ ને વધુ શક્તિ આપે અને આ કોરોના મહામારી વહેલી તકે ખતમ થાય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...