તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંત્રીની મુલાકાત બાદ ડમી પેશન્ટ રફુચક્કર:મંત્રીને મોઢું બતાવી જતા રહેજો તેમ કહી કોવિડ કેરમાં બે દર્દી દાખલ કર્યા

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દાખલ કરવામાં આવેલ દર્દીનુ કેસ પેપર - Divya Bhaskar
દાખલ કરવામાં આવેલ દર્દીનુ કેસ પેપર
  • સંતરોડના કોવિડ કેરમાં બોગસ દર્દીને દાખલ કર્યાનો વીડિયો વાયરલ
  • સબ સલામત બતાવવા કોવિડ કેરને તાળાં મારી દેવાયાં

પંચમહાલ જિલ્લામાં કોરોના કેસમાં ઉછાળો અાવતા સરકારે મારૂ ગામ કોરોના મુકત ગામ અભીયાનની શરુઅાત કરી કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા છે. રવિવારે મંત્રી જયદ્રથસિંહ પરમાર કોવિડ કેરની ચકાસણી કરવા નીકળ્યા હતા. સંતરોડ પીઅેચસીના મેડીકલ અોફિસરે મંત્રી અાવતા પહેલા કોવિડ કેરમાં બોગસ દર્દીને દાખલ કર્યાનો વિડીયો વાઇરસ થયો હતો.

વાઇરલ વિડીયોમાં મંદીરના પુજારીની પત્નીને તાવ અાવતાં તેઅો પીઅેચસી ખાતે કોરોનો રીપોર્ટ કરાવતા નેગેટીવ અાવ્યો હતો. પરંતુ મેડીકલ અોફીસરે મહિલાને થોડાક સમય કોવિડ કેરમાં મોટા સાહેબ અાવવાના છેે તો તેમ ફક્ત મોઢું બતાવીને જતા રહેજો તેમ કહીને રજીસ્ટરમાં નામ લખાવીને દાખલ કર્યા હતા. જયાં અન્ય અેક શંકાસ્પદ મહિલાને પણ દાખલ કરી હતી.

પરંતુ નેગેટીવ અાવેલી મહિલા ડરી જતાં મંત્રી અાવતા પહેલા રફુચક્કર થઇ ગઇ હતી. મંત્રી અાવતાં કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇને કોવિડ કેરની તપાસ કરીને જતા રહ્યા હતા. રાજય મંત્રી જતાં જ કોવિડ સેન્ટરમાં અન્ય અેક મહિલા પણ જતી રહેતા કોવિડ કેરને તાળાં મરાયા હતા.

સંતરોડના કોવિડ કેર સેન્ટરને તાળાં મારી દેવામાં આવ્યા હતા.
સંતરોડના કોવિડ કેર સેન્ટરને તાળાં મારી દેવામાં આવ્યા હતા.

મેડિકલ અોફિસર મને કોવિડ કેરમાં લઇ ગયા હતા
સંતરોડના કોવિડ કેર સેન્ટરમાં રજીસ્ટરમાં બે શંકાસ્પદ દર્દીઅો બે દિવસથી દાખલ હતા તેમ બતાવ્યું હતું. નેગેટીવ અાવેલી મહિલાને બે દિવસ કોવિડ કેરમાં દાખલ બતાવીને કેસ પેપેર બનાવ્યા હતા. જયારે મહિલા રવિવારે કોરોના રીપોર્ટ કરાવવા અાવી હોવાનુ જણાવતાં સંતરોડના પીઅેચસી સેન્ટરની તંત્રની અાંખોમાં ધુળ નાખતી નિતી સામે અાવી હતી.

નેગેટીવ અાવેલી મહિલાનો વિડીઅો વાઇરલ થયો હતો. જેમાં મહીલા જણાવી રહી હતી કે મને તાવ અાવતાં પીઅેચસી સેન્ટરમાં કોરોના રીપોર્ટ કરાવવા ગઇ હતી પરંતુ રીપોર્ટ નેગેટીવ અાવ્યો હતો.પણ મેડીકલ અોફિસરે મોટા સાહેબ અાવવાના છે તો તેમ કોવિડ કેરમાં ફક્ત મોઢુ બતાવીને જતા રહેજો તેમ કહ્યું હતું અને મને કોવિડ કેરમાં લઇ ગયા હતા.પણ હું મંત્રી અાવતા પહેલા જતી રહી હોવાનું નેગેટીવ અાવેલી મહિલાના વાયરલ વીડિયોમાં જણાવ્યું હતું.

કોવિડ કેર પાંચ વાગે બંધ કરવાની બાબત ગંભીર છે
મહિલાને તાવ, શરદી, ખાંસી અાવતાં પીઅેચસી સેન્ટર બતાવવા અાવી હતી. તેને શંકાસ્પદ દર્દી તરીકે કોવિડ કેરમાં દાખલ કરી હતી વાઇરલ વિડીયોમાં બોગસ દર્દીઅો હોવાની વાત તદન ખોટી છે. કોવિડ કેર સેન્ટર પાંચ વાગે બંધ કરી દેવાની બાબત ગંભીર છે. અમે ઉચ્ચકક્ષાઅે રીપોર્ટ કરીશુ.કોવિડ કેરના રજીસ્ટરમાં બે શંકાસ્પદ દર્દીઅોના નામ છેે તેઅો જતાં રહ્યા છે - >ડો. રેખા મકવાણા, સંતરોડ પીઅેચસી સેન્ટર

અન્ય સમાચારો પણ છે...