ગોધરા પોલીસની કાર્યવાહી:અપહરણકર્તાએ શેર માટીની ખોટ પૂરવા શહેરાના વૃદ્ધને અંતરિયાળ વિસ્તારમાં લૂંટી 7 વર્ષની પૌત્રીને લઈ ગયો, પોલીસે 4 કલાકમાં શોધી કાઢી

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પકડાયેલ અપહરણકર્તા વૃદ્ધ અને બાળકીને બાઇક પર જતાં સીસીટીવી કેમેરામાં કેદ થયો - Divya Bhaskar
પકડાયેલ અપહરણકર્તા વૃદ્ધ અને બાળકીને બાઇક પર જતાં સીસીટીવી કેમેરામાં કેદ થયો
  • ગોધરા પોલીસે 4 કલાકમાં બાળકીને શોધી માતાને સોંપી
  • અપહરણ કરનાર સિનિયર સિટિઝનને ટાર્ગેટ બનાવી લૂંટતો
  • અપહરણકર્તાની પત્નીએ કહ્યું, ઉઠાવેલી બાળકી ના જોઇએ પાછી આપી દો

શહેરામાં ભાવનગરીની દુકાનમાં કામ કરતાં અને ટીફીનનો વ્યવસાય કરતાં 70 વર્ષિય પ્રફુલભાઇ મનસુખભાઇ શાહ અને તેમની 7 વર્ષની પૌત્રી ગોધરા ખરીદી કરવા અાવ્યા હતા. ભુરાવાવ વિસ્તારમાંથી ખરીદી કરીને ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડ પાસે વૃદ્ધ અને તેમની પૌત્રી ઉભા હતા. તે દરમ્યાન લાલ કલરની પલ્સર બાઇક લઇને દાઢીવાળો યુવાન અાવીને વૃદ્ધને જણાવેલ કે તમારો છોકરો રસોઇ બનાવે છે. તેને હુ અોળખું છું તમો મારી બાઇક ઉપર બેસી જાવ હું તમારે જયાં જવું હશે ત્યાં છોડી દઇશ તેમ કહીને પ્રફુલભાઇને બાઇકની પાછળ અને તેમની પૌત્રીને બાઇકની અાગળ બેસાડીને લઇ ગયો હતો.

બાઇક ચાલકે બાઇકને અંતરીયાળ જગ્યાઅે લઇ જતાં પ્રફુલભાઇઅે બાઇક ઉભી રાખવાનુ કહેતા બાઇક ચાલકે પ્રફુલભાઇને ચુપચાપ બેસી રે નહી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી અાપીને પ્રફુલભાઇને બાઇક ઉપરથી ધક્કો મારીને નીચે પાડી દેતાં તેઅોને માથાંના ભાગે ગંભીર ઇજાઅો થઇ હતી. બાઇક ચાલકે તેમના ખિસ્સામાંથી રૂા.7 હજાર રોકડા અને મોબાઇલની લુંટ કરીને બાળકીનુ અપહરણ કરીને નાસી ગયો હતો. બનાવની પોલીસને જાણ થતાં જિલ્લા પોલીસવડાઅે નાકાબંધી કરીને અેસઅોજી, અેલસીબી સહીતની પોલીસની ટીમો બનાવી બાળકીની શોધખોળ શરુ કરી હતી.

પોલીસ નેત્રમ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી કુટેજના અાધારે તપાસ કરતાં લાલ કલરની પ્લસર બાઇક ઉપર વૃદ્ધ અને બાળકી સાથે અપહરણકર્તાના કુટેજના મળી અાવતાં પોલીસે બાઇકના માલીકના સરનામા અને હ્યુમન સોર્શીસના અાધારે ગોધરાના દેવતલાવડી ખાતેથી અપહરણકર્તા રોશન ઉર્ફે નાનાભાઇ નટવરભાઇ ચાેહાણને પકડી 4 કલાકમાં બાળકીને માતાને સોંપી હતી.

લીફટ અાપવાના બહાને વૃદ્ધોને લૂંટતો હતો
અપહરણકર્તા ગુનાહિત ઇતિહાસ ધરાવતો છે. અારોપી રોશન ચૌહાણ અેકલ દોકલ ચાલતા સિનીયર સીટીઝનને ટાર્ગેટ બનાવીને લુંટ કરતો હતો. અગાઉ તેને શહેરામાં પણ રસ્તે ચાલતા વૃદ્ધને બાઇક ઉપર લીફ્ટ અાપવાના બહાને લુંટ કરી હોવાનો ગુનો અાચર્યો હતો. રોશન બાઇક લઇને સિનિયર સીટીઝનની શોધમાં નીકળતા શહેરના વૃધ્ધ અારોપી રોશનના હાથે ચઢી ગયા હતા.

અારોપી બાળકીને ઉઠાવી પોતાના ઘરે લઇ ગયો
અપહરણકર્તા રોશનને વસ્તારમાં સંતાન ન હતા. ગોધરામાં વૃદ્ધને લુંટીને તેમની બાળકીનું અપહરણ કર્યું હોવાનું બહાર અાવ્યું છે. વસ્તાર ન હોવાથી બાળકનું અપહરણ કરીને રોશન બાળકીને ધરે લઇ ગયો હતો. પણ રોશનની પત્નીઅે અાવી રીતે ઉઠવીને લાવેલી બાળકી ના જોઇઅે તેમ તેના પતિને કહ્યું હતું. રાત પડી ગઇ છે. સવારે બાળકીને મુકી અાવજે તેમ તેની પત્ની કહ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેની થોડીવારમાં જ પોલીસ દેવતલાવડી રોશનના ધરે પહોચીને બાળકીને છોડાવી દીધી હતી.

વૃદ્ધ અને બાળકીને લઇને શહેરમાં ફર્યો હતો
અારોપી રોશન બાઇક ઉપર લુંટ કરવા શિકારની શોધમાં નીકળ્યો હતો. બસ સ્ટેન્ડ પાસેથી બાઇક ઉપર વૃધ્ધ અને તેમની પૌત્રીને બેસાડીને લુંટની જગ્યા શોધવા ગોધરા શહેરના અલગ અલગ વિસ્તારમાં ફર્યો હતો. અાખરે વૃદ્ધને શક જતંા તેમને બાઇક રોકવાનું કહેતાં અારોપી રોશને બાઇકને અંતરીયાળ વિસ્તારમાં લઇ જઇને વૃદ્ધને ધક્કો મારીને ઇજાઅો કરી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધ વધુ સારવાર કરવા વડોદરા હોસ્પીટલ ખસેડયો હતો.

બાઇક પર બેઠેલી છોકરી સતત બૂમો પાડતી હતી
હું રીક્ષામાં બેઠો હતો. તે વખતે અેક બાઇક મારી પાસે જતાં બાઇક ઉપર બેસેલી છોકરી બુમો પાડતી હતી ગાડી ઉભી રાખો ઉભી રાખો ત્યારે પેલા કહ્યું બેટા અાપડું ઘર અાવી ગયું છે. તેમ કહ્યું હતું. પછી હું રીક્ષા લઇને પાછળ ગયો હતો. અાગળ અેક કાકા પડેલા હતા. તેમને બુમ પાડીને મને કહ્યું કે મારી છોકરીને લઇને પેલો ભાગ્યો છે. પછી હું રીક્ષા લઇને દેવતલાવડી સુધી શોધવા ગયો હતો - જશંવતભાઇ બારીયા, પ્રત્યક્ષદર્શી

અન્ય સમાચારો પણ છે...