તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણ:સરકારની ગાઇડલાઇન મુજબ ઉતરાયણ પર્વની ઉજવણી થશે, મહિલાઓ દાન પુણ્ય કરી ધાર્મિક પરંપરા નિભાવશે

ગોધરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલમાં ધાબા પર ડીજેના તાલ સંભળાશે નહીં

વિશ્વભરમાં કોરોનાની મહામારીઅે હાહાકાર મચાવી દીધો છે. જેને લઇને વર્ષ 2020ના તમામ તહેવારોની ઉજવણી પર અસર પડી હતી. ત્યારે વર્ષ 2021નો પ્રથમ તહેવાર અેટલે ઉતરાયણની ઉજવણી માટે લોકો થનગની રહ્યા હતા. પરંતુ કોરોનાનુ સંક્રમણ ન વધે તેની તકેદારીના ભાગરૂપે રાજય સરકારે આ વર્ષે પતંગોત્સવ તો રદ કરી દીધા છે. રાજ્યભરના લોકો ઉતરાયણ પર્વની ઉજવણી કરી શકે તે માટે સરકારે ગાઇડ લાઇન જાહેર કરી લોકોને પતંગ ઉડાવવાની છુટ અાપી છે.

જેમા ધાબા પર 50થી વધુ લોકો એકઠા થઇ શકશે નહીં. મિત્ર-સબંધીઓ સાથે નહી પરંતુ પરિવાર સાથે પતંગ ઉડાડવાની મંજુરી અાપવામાં અાવી છે. જેને કારણે જિલ્લાના પતંગપ્રેમીઅો મુક્તમને નહીં પણ સરકારની ગાઇડલાઇન મુજબ ઉતરાયણની ઉજવણી કરવી પડશે. ઉતરાયણ અેટલે દાન પૂણ્ય માટે અતિ મહત્વનો દિવસ અાજના દિવસે લોકો ગરીબોને યથા શક્તિ દાન કરતા હોય છે. જ્યારે બીજી તરફ પતંગ બજારમાં ઉતરાયણને કારણે જોઇઅે તેવી ધરાકી નહી રહેતા વેપારીઅો નિરાશ જોવા મળ્યા હતા. અને અંતીમ દિવસે બજારમાં ભીડ દેખાતા વેપારીઅોમાં ખુશી જોવા મળી હતી. ઉતરાયણ પર્વમાં કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે.

લુણાવાડામાં મુખ્યમંત્રીના કાર્યક્રમને લઇ બજારો બંધ કરાવતાં વેપારીઓમાં રોષ
લુણાવાડા. મહીસાગર જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના અને વિકાસના કામોનું લોકાર્પણ અને ખાત મહુંરતને લઈ આજે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા હતા જેને લઈ લુણાવાડા નગરમાં તંત્ર દ્વારા દુકાનો બંધ કરાવવામાં આવી હતી. જ્યારે કાલે 14 જાન્યુઆરી ઉત્તરાયણને લઈ બજારમાં ખરીદી કરવા માટે મોટાપાયે લોકો ઉમટ્યા હતા. ત્યારે દુકાનો બંધ કરાવતાં દુકાનદારો રોષે ભરાયા હતા. કોરોના મહામારીને લઈ લોકડાઉનમાં બજારો બંધ રહેતા ધંધા રોજગાર પડી ભાગ્યા હતા. ઉત્તરાયણને એક જ દિવસ બાકી હતો ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈ દુકાનો બંધ કરાવતા વેપારીઓએ ખરીદી કરેલ લાખો રૂપિયાના પતંગ-દોરી ઉત્તરાયણના તહેવારને લઈ ખરીદેલા હતા. પરંતુ તંત્ર દ્વારા બજારો બંધ કરાવતા માલ પડી રહેતા વેપારીઓ રોષે ભરાય હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser