ભાસ્કર વિશેષ:દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે અપાતા પારિતોષિક માટેની અરજીઓ મંગાવવામાં આવી

ગોધરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તારીખ 21 જાન્યુઆરી સુધી આ અરજીઓ સ્વીકારવામાં આવશે

રાષ્ટ્રીય અને રાજયકક્ષાનાં દિવ્યાંગ પારિતોષિકો વર્ષ-2021 માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમા વિવિધ કેટેગરીમાં (1) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/ સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, (2) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા (3) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સ દિવ્યાંગ પારિતોષિક માટે અરજી કરી શકે છે. દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીનો નમૂનો રોજગાર ખાતાની વેબસાઇટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા ખાતેથી વિના મૂલ્યે મળી શકશે.

અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસનું દાક્તરી પ્રમાણપત્ર અને અન્ય સંબંધિત પ્રમાણપત્રો, ખોડ દર્શાવતા પોસ્ટ કાર્ડ સાઇઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા. ભરેલા અરજી પત્રકો દસ્તાવેજો સહિત બે નકલમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા ખાતે તા.21 જાન્યુઆરી 2022 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા બિડાણો સહિત મળી જાય તે રીતે મોકલવું.વધુ જાણવા જિલ્લા રોજગાર કચેરી, ગોધરા ટે.નં.02672-241405 અથવા સંપર્ક કરવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

દાહોદમાં પણ પારિતોષિક વર્ષ-2021ની અરજીઓ 21 જાન્યુ. સુધીમાં કરવાની રહેશે
દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે અપાતા પારિતોષિક વર્ષ-2021 માટેની અરજી આગામી તા. 21 જાન્યુઆરી સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદને કરવાની રહેશે. રાજ્ય કક્ષાના આ પારિતોષિક માટેની અરજી www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદથી વિના મૂલ્યે મળી શકશે. ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત 2 નકલમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદને મોડામાં મોડા તા.21/જાન્યુઆરી 2022 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા બિડાણો સહિત મોકલી આપવા.

અન્ય સમાચારો પણ છે...