તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:ભાજપના માયનોરિટી સેલના પ્રમુખના ઘરના દરવાજા પાસે એસિડ નાખતાં પોલીસમાં અરજી

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ તરીકે વરણી થતાં કટ્ટરવાદી વિચારસરણીવાળાએ કૃત્ય કર્યાની આશંકા
  • CCTVમાં ઇસમો રીક્ષામાં બેસીને એસિડ નાખતા જોવા મળ્યાનો અરજીમાં ઉલ્લેખ

પંદર દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લા માયનોરીટી સેલમાં મુસ્તુફા.અેચ. પુનાવાલાની પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં અાવી હતી. નીમણુંક થયા બાદ મુસ્તુફા પુનાવાલાના ઘરના દરવાજા ઉપર કોઇ અસામાજીક તત્વો દ્વારા જ્વલનશીલ અેસીડ નાખી દેતાં તેમને ગોધરાના બી ડીવિઝન પોલીસ મથકે અરજી અાપી હતી.

અરજીમાં જણાવેલ કે હું ઘરે ન હતો ત્યારે ઘરના દરવાજા ઉપર અેસિડ નાખતાં અેસિડ અેટલી હદે જ્વલનશીલ હતુ કે દરવાજાની બહાર જોવા માટે પણ અાવી શકાય તેમ ન હતું. છેલ્લા ચાર પાંચ દિવસથી મુસ્તુફા પુનાવાલાના ઘરની બહાર અસામાજીક તત્વો દ્વારા મરી ગયેલી મરઘી તથા મોટા પ્રમાણમાં ગંદકી નાખવામાં અાવી હતી.

અરજીમાં જણાવેલ કે મારી પ્રમુખ તરીકેની નિમણુંકના અાક્રોશમાં કટ્ટરવાદી વિચારણસરણી ધરાવતા ઇસમો દ્વારા જ અા કૃત્ય કરવામાં અાવ્યંુ હોવાનું દ્દઢપણે માનવું છે. અા અંગે સીસીટીવી કુટેજ દેખતાં ઇસમો રીક્ષામાં અાવી અેસિડ નાખતા જોવા મળે છે.

જેથી અાવા કટ્ટરવાદી વિચારસરણી ધરાવતાં ઇસમોની ધરપકડ કરી વિસ્તૃત પુછપરછ કરવામાં અાવશે તો મોટા માથાંઅોનો હાથ હોવાનું બહાર અાવી શકે છે. પોલીસ મથકે અરજી માં જણાવેલ કે અાવા અસામાજીક કટ્ટરવાદી વિચારસરણી ધરાવતા ઇસમો સામે કાયદાની કડક માં કડક કલમો નો ઉપયોગ કરી અમને સુરક્ષા પ્રદાન કરવાની અરજ પંચમહાલ જિલ્લા ભાજપત માયોનરીટી સેલના પ્રમુખ મુસ્તુફા. અેચ. પુનાવાલાઅે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...