આવેદન:પંચમહાલ જિલ્લા વિદ્યાર્થી સંગઠન દ્વારા કલેકટરને આવેદન

ગોધરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લા વિદ્યાર્થી સંગઠને જિલ્લા કલેક્ટરને આવેદનપત્રમાં રજૂઆત કરી કે તાજેતરમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગની ભરતી અંતર્ગત જે પી.એસ.આઇ.અને એ.એસ.આઇની ભરતી માટે દોડમાંથી જે 15 ગણા કેટેગરી વાઇઝ ઉમેદવારોને જ બીજા તબક્કાની પ્રાથમિક લેખિત કસોટી માટે ઉત્તીર્ણ કરવાની મર્યાદાને રદ કરવામાં આવે, દરેક ભરતી પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ કોલેજના છેલ્લા વર્ષમાં હોય છે એમને પણ પરીક્ષા આપવાની તક આપવામાં આવે છે સહિત અનેક બદલાવની માગ કરી હતી.

તેમજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ શા માટે આટલા કઠોર માપદંડ રાખે છે? તમામ જગ્યાઓને કેટેગરી પ્રમાણે ત્રણવાર ભાગલા પાડવાનો શું મતલબ છે. તે ભરતીબોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે. ત્યારે અચાનક જ નિયમોમાં બદલાવ કરવાની કેમ જરૂર પડી વગેરે મુદ્દે પંચમહાલ જિલ્લા વિદ્યાર્થી સંગઠને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...