રજૂઆત:પંચમહાલ તલાટી મંડળ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે આવેદન

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાયબ મુખ્યમંત્રીએ વહેલા પ્રશ્નો ઉકેલવાની બાંહેધરી આપી હતી
  • ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળની લેખિત રજૂઆત

ગુજરાત રાજ્ય તલાટીકમમંત્રી મહામંડળના નેજા હેઠળ આજરોજ અધિક જિલ્લા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજયની પાયાની કેડર અને સરકારની તમામ વિભાગની યોજનાઓની અમલવારીની કામગીરી કરતા તલાટી કમમંત્રી (પંચાયત)ની વિવિધ માંગણીઓ અંગે તા. 6 ઓક્ટોબર 2018ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યના તમામ તલાટી મંત્રીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા અને હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું.

એ સમયે નાયબ મુખ્યમંત્રીના વડપણ નીચે પંચાયત મંત્રી, મહેસુલમંત્રી, વનમંત્રી, સમાજ કલ્યામંત્રી તથા જેતે વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળના હોદેદારો સાથે ચર્ચા વિચારણા કરતા નાયબ મુખ્યમંત્રીએ અગ્રતાના ધોરણે પ્રશ્ન ઉકેલવાની બાહેધરી આપતા રાજ્યના તમામ તલાટી કમમંત્રીઓએ હડતાલ સમાપ્ત કરી ફરજ પર હાજર થયા હતા. ત્યારે આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી કે સને 2004/05ની ભરતીના તલાટીમંત્રીને સળંગ નોકરી ગણવા બાબત, તા. 1 જાન્યુઆરી 2016 બાદ મળવાપાત્ર પ્રથમ/ દ્રિતીય પગારધોરણ મંજૂર કરવા બાબત

તલાટી કમ મંત્રીને વિભાગીય અધિકારી સહકાર તથા અન્ય વિભાગીય અધિકારી આંકડામાં પ્રમોશન આપવા અંગે, રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા બાબત, સને 2006મા ભરતી થયેલ તલાટી મંત્રીને સળંગ નોકરી ગણવા બાબત, E TAS કે અન્ય ઉપકરણથી તલાટી મંત્રીની ફરજ પરની હાજરી પૂરવાનો નિણર્ય રદ કરવા બાબત, આંતર જિલ્લા ફેરબદલી બાબતે, પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગોની વધારાની કામગીરી તલાટી મંત્રીને ન સોંપવા અંગે, તલાટી મંત્રીઓની ફરજ મોકૂફી બાબત જેવી માંગણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...