રજૂઆત:વેજલપુરમાં વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આવેદનપત્ર

ગોધરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો દ્વારા આવેલ ગ્રાન્ટો અને થયેલા કામોની તપાસની માગ કરાઇ

વેજલપુરના સિદ્દીક અબ્દુલરહીમ ટપ તથા ગામજનો દ્વારા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન આપ્યું હતું. વેજલપુર પંચાયતમાં ગામનો વિકાસ દેખાતો નથી અને પ્રગતી કરતું નથી તે જોવા મળી રહ્યુ છે. પંચાયતમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના તથા મનરેગા યોજના તથા 14મા નાણાપંચ, 15મા નાણાપંચ હેઠળ વેજલપુર ગામમાં અનેક વિસ્તાર સી.સી.રોડ અનેક પેવર બ્લોકની તથા સાફ સાફાઇ માટેની કામગીરી કરેલ છે. પરંતુ જે કામગીરી તકલાદી કરી હોવાથી ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરાયો છે.

ચોમાસાની સીઝનમાં ઘૂંટણસમા પાણી ભરાય છે જેને લઇને રસ્તો સંપૂર્ણ બંધ થાય છે. કોઇ કામગીરી કરાતી નથી. ઉર્દુ શાળા પાસે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જેથી સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડાડતા દેખાય રહ્યા છે. જેને લઇને રોગચાળો ફાટી નિકળવાની દહેશત પણ જોવા મળી રહી છે. ગ્રામજનોની રજૂઆત છે કે તમામ ગ્રાન્ટો અને થયેલા કામોની પણ તપાસ કરે તો કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારમાં સરપંચ તથા તલાટીની મિલીભગત પણ જોવા મળશે. વધુમાં કામગીરીના ફોટા વોટ્સઅપ દ્વારા ડીડીઓ અને ટીડીઓને મોકલ્યા હતા.

ત્યાર બાદ તા.14/9/2021ના રોજ ગ્રામ વિકાસ એજન્સી ગોધરાથી આવેલ નિયામક તેમજ વર્કર મેનેજરે વેજલપુરની મુલાકાત લીધી હતી અને જાતે તપાસ કરી હતી. જેથી સ્પષ્ટ સાબિત થયું કે સ્થળ પર કામગીરી કરેલ નથી જેનો પંચો રૂબરૂ રિપોર્ટ કર્યો તથા કલેક્ટરને મુલાકાત લેવા વિનંતિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...