રજુઆત:અખિલ ગુજરાત સિંધી સારશ્વત બ્રાહ્મણ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અખિલ ગુજરાત સિંધી સારસ્વત બ્રાહ્મણ સમાજના પ્રમુખ પરશુરામ શર્મા, ખજાનચી જામનાદાસ શર્મા , ઈશ્વર શર્મા, નવીન શર્મા, ચંદ્રકાન્ત શર્મા, મયુર શર્મા, સંજય ટહેલયાણી, સુરેશ શર્મા તથા સમસ્ત ગોધરા બ્રાહ્મણ સમાજ દ્વારા કલેક્ટરને અાવેદન પત્ર અાપવામાં અાવ્યુ હતુ જેમા જણાવ્યુ હતુ કે ગોંડલ મુકામે સ્વ ભાવિકા સ્વર્ગીય અશોકભાઈ ( પપન મહારાજ ) શર્માની સુપુત્રીને પ્રેમ જાળમાં ફસાઈને લગ્ન કર્યા હતા. અને લગ્ન કર્યા પછી ચિરાગ અને તેમના પરિવારના સભ્યો રોજ છોકરીને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હતા. લગ્નને ફક્ત ૩ મહિના થતા જ છોકરીને તેમના સાસરી પક્ષે ઢોર માર મારી મૃત્યુને ઘાટ ઉતારી ધીધી છે.

છોકરીના શરીર પર જોતા સ્પષ્ટ પણે સાબિત થાય છે કે છોકરી ને ઢોર માર મારવામાં આવેલ છે. આ ગુનો સ્પષ્ટ પણે હત્યા નો દેખાઈ રહ્યો હોવા છતાં પોલીસ દ્વારા તેને આત્મહત્યાનો બનાવામાં આવી રહ્યો હોય તેમ જણાઈ આવે છે. ઘટનાની જાણ થતા જ પરિવારજનો રાજકોટ રૂરલ ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા ગયા હતા. આ ઘટના અંગે આપના આદેશ દ્વારા તટસ્થ તેમજ નિષ્પક્ષ તપાસ કરાવડાવવામાં આવે તેમજ ગુનેગાર ને સખત થી સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...