રજૂઆત:પંચમહાલ AAP દ્વારા શિક્ષણ સુધારણા માટે આવેદનપત્ર

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો. 6થી 8મા સ્પે. અંગ્રેજી વિષય શિક્ષકની ભરતી કરવાની માગ

પંચમહાલ આપ દ્વારા ગુજરાતમાં શિક્ષણ સ્તર સુધારણા માટે નાયબ કલેક્ટરને પ્રમુખ દિનેશ બારીઆ તથા કાર્યકરો દ્વારા આવેદન આપ્યું હતું. જેમા ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળેલી હાલતમાં જોવા મળે છે અને તેમાંય કોરોના સમય ગાળામાં બાળકો શિક્ષણથી વંચિત રહેતાં શિક્ષણ સ્તર ખુબ નીચું આવી ગયું હોવાનું જણાય છે. ત્યારે ગુજરાતમાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ બાળકોને આપે તે બાબતે વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ગુજરાતમાં ધોરણ 6થી 8માં ભાષા શિક્ષક તરીકેની ભરતી કરવામાં આવે છે. તેમાં ભાષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃતનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કોઈ પણ એક ભાષાના શિક્ષકની ભરતી કરતાં જે તે શાળામાં ભાષા શિક્ષકની ભરતી પુરી કરી દેવામાં આવે છે. પરંતુ મોટાભાગની શાળાઓ એવી છે કે જેમાં અંગ્રેજી ભાષાના સ્પેશિયલ વિષય શિક્ષક હોતા નથી. તેથી ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું શિક્ષણ મળતું જ નથી. અને આ વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષામાં નબળા રહે છે. તેથી શૈક્ષણિક કારકિર્દીમાં ખુબ નુકસાની વેઠવાનો સમય આવે છે. જેથી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત સરકાર પાસે મજબૂત અને મહત્વની માગ કરવામાં આવે છે કે, ગુજરાતની તમામ ધોરણ 6થી 8ની શાળાઓમાં અંગ્રેજી ભાષાના સ્પેશિયલ શિક્ષકની ફરજીયાત ભરતી કરવામાં આવે અને ગુજરાતી વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપવામાં આવે તેવી માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...