આવેદન:હિન્દુઓની હત્યાના વિરોધમાં હિન્દુ રક્ષા મંચ દ્વારા આવેદન

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રપતિને ઉદ્દેશીને કલેક્ટરને લેખિત રજૂઆત કરી

ગોધરા હિદું રક્ષા મંચ દ્વારા કાશ્મીર તથા બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાના વિરોધમાં રાષ્ટ્રપતિને ઉદે્શીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા કરવામાં આવી, મંદિરો અને ભગવાનની મૂર્તિઓ તોડવામાં આવી 60 જેટલા હિંદુઓના ઘરો સળગાવી દેવામાં આવ્યા. આમ હિંદુઓ વિરૂદ્ધ બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. 1971માં બંગલાદેશમાં 25% હિન્દુઓ હતા. આજે ત્યાં માડ 9% હિન્દુઓ બચ્યા છે.

ત્યારે હિન્દુ રક્ષા મંચ માંગણી કરે છે કે ભારત સરકાર બંગલાદેશ પર દબાણ લાવી હિન્દુઓની ક્તલે આમ રોકાવે, તેમને ત્યાંની સરકાર પૂરતું રકમનું વળતર આપી તેમની પુનઃ સ્થાપના કરે. તેમજ જે પણ આતંકવાદીઓ આપણા જવાનો મારી નાખે તે તમામ આતંકવાદીઓને અગ્નિદાહ આપવામાં આવે, કારણ કે આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો તો જેથી આતંકવાદીઓની લાશોને દફનવિધિ કરવામાં ન આવવી જોઈએ. તેવું આવેદનપત્ર હિન્દુ રક્ષા મંચના નગર અધ્યક્ષ દીપેશસિંહ ઠાકોર, લીગલ સેલના યશ શાહ, પ્રશાંત દેસાઈ, મિતેશ પટેલ, દેવેશ પટેલ, નિર્મિત દેસાઈ, રાજેશ ચૌહાણ, બ્રજેશ ઠાકોર સહિત અનેક કાર્યકર્તાએ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...