તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડાના દેખા:રાબોડમાં 3 દિવસથી દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ, જિલ્લામાં 2016માં 216 દીપડાની સંખ્યામાં 60 ટકાનો વધારો

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રખડતા કૂતરાનું ગામમાં દીપડાએ મારણ પણ કર્યું

પંચમહાલમાં 2016માં જંગલોમાં વસતાં દીપડાઓની વસ્તી ગણતરી કરાતાં જિલ્લામાં કુલ 216 દીપડા હોવાનું જાણવા મળી રહ્યું હતું. પરંતુ ત્યાર બાદ દીપડાની ગણતરી કરાઇ ન હતી. પણ સરકારી રીપોર્ટ મુજબ જિલ્લાના જંગલોમાં દીપડાની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો હોવાનું વન વિભાગ જણાવી રહ્યું છે. એ મુજબ 320 કરતાં વધુ દીપડા જંગલમાં રહ્યા છે. ત્યારે કયારેક દીપડા માનવવસ્તીમાં આવતાં હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે. જંગલ વિસ્તારમાં રહેણાંક બનતાં દીપડાના હુમલાઓ વધી રહ્યા છે. દીપડા સચેત પ્રાણી હોવાથી તેના રસ્તમાં આડા આવતાં કોઇના પર પણ હુમલો કરી દે છે. ત્યારે ઘોઘંબા બાદ કાલોલના રાબોડ ગામે છેલ્લા ત્રણ દિવસથી રોજ રાતે દીપડો દેખાતા ગામજનોમાં ફફડાટ પેસી ગયો છે. રાબોડના સ્વામીનારાયણ મંદિર પાસે રોજ રાતે દીપડો આવીને જતો રહે છે. જે સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે. આ દીપડો બાજુના જંગલમાંથી આવતો હોવાનું લોકો જણાવી રહ્યા છે. તેણે રખડતા કુતરાનું મારણ પણ કર્યું હોવાનંુ જાણવા મળ્યંુ છે. ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે વન વિભાગ તપાસ હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો