તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:ગોધરામાં નર્સિંગ કોલેજ ખાતે બીજું કોવિડ સેન્ટર ઉભું કરાશે

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બુધવારે સિવિલમાં વધુ બે કોરોનાના દર્દીના મોત, 23 ધનવંતરી રથથી જિલ્લામાં સર્વેલન્સની કામગીરી શરૂ
 • જિલ્લામાં કોરોના ટીકાકરણ 48 ટકા પર પહોચ્યું જ્યારે કોરોનાના કુલ કેસનો આંકડો 4309 પર પહોંચ્યો
 • ગોધરા સિવિલનું કોવિડ સેન્ટર દર્દીઓથી ઉભરાયું

પંચમહાલ જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં કોરોના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. જિલ્લામાં કોરોના બેકાબુ બનતાં ગોધરા શહેરમાં કોરોના દર્દીઓનો રાફડો ફાટી નિકળ્યો છે. કોરોના દર્દીઓ સારવાર માટે આવતાં ગોધરા સિવિલની કોવિડ સેન્ટર કોરોના દર્દીઓથી ઉભરાઇ રહ્યું છે. જેથી કોરોના દર્દીઓની સંખ્યા વધતાં ગોધરાની નર્સીગ કોલેજ ખાતે કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવશે. જિલ્લા કલેકટરે આરોગ્ય વીભાગ સાથે મીટીંગ યોજીને જિલ્લામાં કોરોનાને નાથવા સૂચનો આપ્યા હતા. નવા સેન્ટર સાથે જિલ્લામાં 23 ધનવંતરી રથ સર્વેલન્સની કામગીરી કરી રહ્યા છે. આ રથોમાં લોકોને તાવ સહીતની ઉપચાર કરીને દવાઓનું વિતરણ કરી રહ્યા છે.

જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાં આરોગ્ય વિભાગ રોજના કોરોના ટેસ્ટની સંખ્યા વધારીને 1400 જેટલી કરી દીધી છે. કોરોના ગોધરા શહેરમાં બેકાબુ બનતાં કોરોના ટેસ્ટ સેન્ટરો પર કોરોના ટેસ્ટ કરવા લાંબી લાઇનો લાગી રહી છે. ત્યારે ગોધરા સિવિલની કોવિડ સેન્ટરમાં હાલ આઇશોલેશન વોર્ડમાં 32 દર્દીઓ, કોવિડ વોર્ડમાં 40 દર્દીઓ તથા 9 આઇસીયુમાં કોરોના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સિવિલના કોવિડ સેન્ટરમાં બુધવારે વઘુ 2 કોરોના દર્દીઓ મૃત્યુ પામતાં છેલ્લા 7 દિવસમાં કોરોના પોઝિટિવના 8થી વઘુ દર્દીઓના મોંત થતાં કોરોનાથી મૃત્યુ પામેલાઓનો આંકડો પણ ચિંતાજનક રીતે વધી રહ્યો છે.

ગોધરાના 15 પોઝિટિવ સાથે જિલ્લામાં 21 કેસ
પંચમહાલ જિલ્લામાં બુધવારે 21 કોરોના પોઝીટીવ કેસ મળી આવતાં જિલ્લામાં કોરોના કુલ કેસ 4309 થયો હતો. જેમાં ગોધરા શહેરમાં 15 અને કાલોલ શહેરમાં 2 કેસ મળીને શહેરી વિસ્તારમાં કુલ કોરોના કેસ 3210 થયો હતો. જયારે ગોધરા ગ્રામ્યમાં 4 અને મોરવા(હ) ગ્રામ્યમાં 1 કેસ નોધાતા ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1099 કોરોના કેસ નોંધાયા હતા. બુધવારે 14 કોરોના દર્દીઓ સાજા થતાં તેઓને રજા અપાઇ હતી. જિલ્લામાં કુલ 3985 દર્દીઓ સાજા થયા હતા. જિલ્લામાં 181 કોરોના સક્રીય કેસ સારવાર લઇ રહ્યા છે. આરોગ્ય વિભાગે બુધવારે એકપણ કોરોના દર્દીઓનો મૃત્યુનો આંકડો બતાવ્યો નથી.

100 ટકા કોરોના રસીકરણનું ટાર્ગેટ પૂર્ણ કરવા રોજ 8 હજાર લોકોનું રસીકરણ કરાશે
31 માર્ચ સુધી 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી ઉપરના બીમારીવાળા વ્યક્તિઓને કોરોના ટીકારણ કામગીરી 100 ટકા કરવા આરોગ્ય વિભાગે કમર કસી છે. હાલ 48 ટકા જેટલુ રસીકરણ થતાં કુલ 1.49 લાખમાંથી 79 હજાર વ્યક્તિઓને કોરોનાની રસી મુકવામાં આવી છે. 31 માર્ચ સુધી રસીકરણ 100 ટકા કરવા રોજ 8 હજાર લોકોને વ્યક્તિને રસીકરણ કરવાનો ટાર્ગેટ અપાયો છે.>ડો.મીનાક્ષી ચાૈહાણ, આરોગ્ય અધિકારી

મહીસાગરમાં બુધવારે 14 પોઝિટિવ કેસ નોંધાતાં કોરોનાનો કુલ આંક 2240
મહીસાગર જિલ્લામાં બુધવારે ખાનપુર તાલુકાની 1 સ્ત્રી, 1 પુરૂષ, લુણાવાડા તાલુકાની 3 સ્ત્રી, 4 પુરૂષ, સંતરામપુર તાલુકાની 3 સ્ત્રી, વિરપુર તાલુકાની 1 સ્ત્રી, 1 પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા જિલ્લામાં કોરોનાના કુલ 2240 કેસ પોઝીટીવ નોધાયા છે. જિલ્‍લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી લુણાવાડા તાલુકાની 2 સ્ત્રી, 6 પુરૂષ, સંતરામપુર તાલુકાના 2 પુરૂષ દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપતાં જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ 2108 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 36 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 45 મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ 1,43,049 લોકોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 78 વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી હાલ 72 દર્દીઓ સ્ટેબલ અને 10 દર્દીઓ ઓક્સિજન પર અને 5 વેન્ટીલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો