વિરોધ:દિલ્હી-મુંબઈ કોરિડોર માટે ગૌચર જમીનમાંથી માટી કઢાતાં રોષ

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
કણેટીયામાં ગૌચર જમીનમાંથી મશીનો દ્વારા માટી કાઢવામાં આવતા ગ્રામજનોએ વિરોધ કર્યો  હતો અને કામગીરી અટકાવી દેવામાં આવી હતી. - Divya Bhaskar
કણેટીયામાં ગૌચર જમીનમાંથી મશીનો દ્વારા માટી કાઢવામાં આવતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો અને કામગીરી અટકાવી દેવામાં આવી હતી.
  • કણેટિયાથી પસાર થતા રોડ માટે તળાવમાંથી માટી કાઢવાના મંજૂરી પત્રનો દુરુપયોગ : કોન્ટ્રાક્ટર-સરપંચની મિલીભગતનો આક્ષેપ

ભારત માલાના પ્રોજેક્ટ દ્વારા તૈયાર થતાં દિલ્હી-મુંબઈ હાઇવે અનેક ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે. રોડ બનાવવા માટે જરૂર સ્થળે માટીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કોન્ટ્રાકટ જેતે જિલ્લાના ભુસ્તર શાસ્ત્રીની રોયલ્ટીની નકલો બતાવી માટી ખનન કરતાં હોય છે. પરંતુ કાલોલ તાલુકાના કણેટીયા ગામ પાસેથી પસાર થતાં રોડમાં માટી ઉપયોગમાં લેવા માટે ખાબોચિયા જેવા કણેટીયા ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં ફાળવેલ તળાવની માટીનું ખોદકામ કરી રોડના ઉપયોગમાં લેવા માટેના મંજૂરીપત્ર હોવાનું સરપંચ અને કોન્ટ્રાક્ટર દ્વારા ગ્રામજનોને જણાવવામાં આવ્યું હતું.

પરંતુ કોન્ટ્રાક્ટર અને સરપંચ અને તલાટીની મિલીભગતથી તળાવની જગ્યાએ બાજુમાં આવેલા ગ્રામ પંચાયતના ગૌચર જમીનની અંદર હિટાચી મશીન દ્વારા માટીનું ખોદકામ કરવા જતા ગ્રામજનોએ વિરોધ કરી કોન્ટ્રાક્ટરને ફગાવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર કણેટીયા ગ્રામ પંચાયતના સરપંચ દિલીપભાઈ પરમાર અને તલાટી ગ્રામજનો તેમજ ગ્રામ પંચાયતના સભ્યોને અંધારામાં રાખી કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી તલાવડીની જગ્યાએ બાજુમાં આવેલી ગૌચર જમીનમાંથી માટી ઉપયોગમાં લેવા માટે તૈયારી કરી રહ્યા હતા. પરંતુ ગ્રામજનોએ તેનો વિરોધ કરી તે કામગીરી અટકાવી હતી. વધુમાં ગ્રામજનો જણાવી રહ્યા છે કે અમારા ખાબોચિયા જેવડા કણેટીયા ગામમાં નાના બાળકોના મૃત્યુ સમયે દફન કરવા માટેની જગ્યા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં શૌચાલયોના અભાવના કારણે ગ્રામજનો કુદરતી હાજત માટે જે તે જગ્યાનો ઉપયોગ કરતા હોય છે.

તેમજ નજીકમાં તળાવની પાળ ઉપર શિવજીનું મંદિર આવેલું હોવાના કારણે ચોમાસાના સમય દરમિયાન ઉપરવાસમાંથી વધુ પાણી આવવાના કારણે ભવિષ્યમાં ગ્રામજનોને મોટી આફતતી આવી શકે તેવી શક્યતા હોવાના કારણે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરને માટીનું ખનન કરતા અટકાવ્યા હતા. ગ્રામજનોનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કણેટીયા ગ્રામપંચાયતના સરપંચ દિલીપભાઈ પરમાર અને તલાટી પંચાયત બોડીનું સભ્ય તેમજ ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર કામગીરી કરતા હોવાના આક્ષેપ દ્વારા માટી ખનન કામગીરી અટકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...