તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસની ઉજવણી:ગોધરામાં આંતરરાષ્ટ્રીય નશામુકિતના દિવસે ઓનલાઇન વેબિનાર યોજાયો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા ગોઘરા સિવિલ હોસ્પિટલના સંયુકત ઉ૫ક્રમે તા.26 જૂન આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસ અંગે ઓનલાઇન વેબિનાર યોજવામાં આવ્યો. આ વર્ષની આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસની ઉજવણી “Share facts on Drugs, Save Lives’ થીમ અન્વયે આજકાલ યુવાનોમાં અને બાળકોમાં નશાકારક પદાર્થોનું સેવન કરવાની પ્રવૃતિ ખુબ ચાલી રહેલ છે. આ નશાકારક પદાર્થના સેવનથી વ્યક્તિના શારિરીક, માનસિક, આર્થિક, સામાજીક અને કાયદાકીય રીતે કેટલુ નુકસાન થાય છે. અને તેના કેવા ખરાબ પરિણામ આવી શકે છે.

માનસિક સ્વાસ્થ્ય અને શારિરીક સ્વાસ્થ્ય ઉપર થયેલ અસરોની સારવાર કેવી રીતે થઇ શકે તેની ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, ગોધરા સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક ડો.પીનલ ગાંધી અને ડો.મયુર ૫ટેલ દ્વારા આ વેબિનારમાં જોડાયેલ તમામ સહભાગીઓને વિસ્તૃતમાં પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આ૫વામાં આવ્યું હતું. આ નિમિત્તે સમાજ સુરક્ષા કચેરી તરફથી સીમલીયા ગામ ખાતે લોકોમાં જાગૃતિ કેમ્પ યોજવામાં આવ્યો હતો અને પત્રિકાઓ પણ વહેચવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...