રોગચાળો:પંચમહાલમાં મચ્છરજન્ય રોગોમાં ચિંતાજનક વધારો, ડેન્ગ્યૂના 371 તથા ચિકનગુનિયાના 65 કેસ

ગોધરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેન્ગ્યૂના કેસો અટકાવવા જનજાગૃતિના કાર્યક્રમો સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગની કામગીરી

પંચમહાલ જિલ્લામાં મચ્છરજન્ય રોગોમાં ખૂબ જ પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગના સરકારી આંકડા પ્રમાણે ગત જાન્યુઆરી માસથી આજદિન સુધી 371 ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે. જ્યારે ચિકનગુનિયાના 65 જેટલા કેસો નોંધાયા છે. ત્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યૂના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યા છે. આ તરફ બાળકોમાં પણ હાલ ડેન્ગ્યૂ અને અન્ય મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે. જેને લઈને પંચમહાલ જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે.

ગોધરા સિવિલ હોસ્પિટલના મેઈલ, ફિમેઇલ અને પીડિયાટ્રિક વોર્ડ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. 20 પથારી ધરાવતા પીડિયાટ્રિક વોર્ડમાં હાલમાં 50થી વધુ બાળકો સારવાર લઈ રહ્યા છે. આ તરફ મેલેરિયા કેસોની સંખ્યા સામે હાલ ડેન્ગ્યૂના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે. સાથે ડેન્ગ્યૂના કેસો અટકાવવા માટે જનજાગૃતિના કાર્યક્રમો સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી હોવાનો જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...