ભાસ્કર વિશેષ:ગોધરાના યુવાનના ખાતામાં ભૂલથી વધારાના રૂા.47 હજાર જમા થતાં બેંકને પરત આપ્યા

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં યુવાનના ખાતામાં ભૂલથી વધારાના રૂપિયા જમા થતા બેંકને પરત અાપ્યા - Divya Bhaskar
ગોધરામાં યુવાનના ખાતામાં ભૂલથી વધારાના રૂપિયા જમા થતા બેંકને પરત અાપ્યા
  • કોરોના કવર પોલિસી કલેમના ચેકમાં વધારાની રકમ લખાઇ ગઇ હતી

ગોધરા શહેરમાં રહેતાં અમીતભાઇ એન પટેલે કોરોના કાળમાં HDFC ERGOની કોરોના કવચ પોલિસી લીધી હતી. પોલિસી લીધા બાદ અમિતભાઇ કોરોનાની ચપેટમાં આવી જતાં તેઓના માટે કોરોના પોલિસી આર્શીવાદ સમાન બની હતી. કોરોના બીમારીની સારવાર વડોદરાની ખાનગી હોસ્પિટલ ખાતે કરાવતાં અમિતભાઇને સાજા થવામાં રૂા.1,61,000નો ખર્ચ થયો હતો. જેથી તેમને કોરોના પોલિસી માટે કલેમ કર્યો હતો. વીમા કંપનીની ટેકનિકલ ખામીના કારણે અમિતભાઇના ખાતામાં રૂ. 2,08,000ની રકમ જમા થઈ હતી.

પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણના આદર્શો પર ચાલનાર અમિતભાઈએ વધારાની રકમનો અસ્વીકાર કરવાનો નિર્ણય કર્યો અને તે રકમ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિને મળે તેવા આશયથી સામેથી HDFC ERGOના અધિકારીઓનો સંપર્ક સાધી વધારાની રકમ પરત કરવાનો નિર્ણય કર્યો હતો અને અમિતભાઇ HDFC કંપનીના ડેપ્યુટી મેનેજર મોહમ્મદ યાસીન શેખને સામેથી વધારાના જમા થયેલા રૂા. 47000ની રકમનો ચેક આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...