કોરોના વાઈરસ:પંચમહાલ કરતાં વસ્તી ઓછી છતાં મહિસાગરમાં કેસ વધુ

ગોધરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલમાં 84 કેસ, મહિસાગરના 112 કોરોના કેસ નોધાયા
  • પંચમહાલ કરતાં મહિસાગરમાં બહાર રોજગારી કરવા જનાર વધુ
  • મહિસાગરનો કોરોનાનો ગ્રાફ વધતાં ચિંતાનો વિષય બન્યો

કોરોના વાઇરસની મહામારી શરૂ થતાં 30 માર્ચે પંચમહાલ જિલ્લામાં કોરોનાએ પ્રથમ દસ્તક કરી હતી. ત્યાર બાદ 16 લાખની વસ્તી ધરાવતા પંચમહાલ જિલ્લામાં કોરોના કેસ વધીને અત્યારે 84 કેસ થયા છે. પંચમહાલ જિલ્લામાં હાલોલ કાલોલ માં રોજગારી કરવા વધુ લોકો આવે છે. પણ જિલ્લામાંથી રોજગાર મેળવવવા અન્ય જિલ્લામાં જતાં લોકો મહિસાગર જિલ્લા કરતાં ઓછા છે. કોરોનાને લઇને પંચમહાલ જિલ્લામાં  વતન આવનાર લોકોને પંચમહાલ આરોગ્ય વિભાગ કોરોન્ટાઇન કરીને અત્યાર સુધી આશરે 20 હજાર લોકોને કોરોન્ટાઇન કર્યા છે. જેમાંથી હાલ 3028 લોકો કોરોન્ટાઇન હેઠળ છે.

સરકાર દ્વારા પંચમહાલ જિલ્લામાં સ્ક્રીમ હેઠળ 650 કોરોના ના સેમ્પલ લીધા હતા. તેમાંથી 30 થી 35 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. વહીવટી તંત્રે પંચમહાલના ગામડાઓને રોગ પ્રતિકારી દવાઓ નું વિતરણ અને ત્રણ વાર ગામોને સેનેટાઝિગ કરતાં ગામડાઓમાંથી કોરોના કેસ નહિવત મળ્યા છે. જયારે 10 લાખની વસ્તી ધરાવતાં મહિસાગર જિલ્લામાં બહારથી રોજગારી કરવા ગયેલાઓ  હજારોની સંખ્યામાં વતન આવ્યા છે.તેમાંથી મોટા ભાગને કોરોન્ટાઇન કર્યા છે કે નહિ તે પણ મોટા સવાલ ઉભો થયો છે. 

કેન્દ્ર સરકાર દ્વારા મહિસાગર જિલ્લાને સેરા અંતર્ગત લાવીને 400 કોરોના સેમ્પલ લીધા છે. જે સેમ્પલના રીઝલ્ટ આવવાના શરૂ થતાં મહિસાગર જિલ્લામાં કુદકેને ભુસકે કોરોના કેસ વધીને 112 સુધી પહોચી ગયો છે. પંચમહાલ કરતાં ઓછી વસ્તી હોવા છતાં મહિસાગર જિલ્લાનો કોરોનાનો ગ્રાફ વધતાં ચિતાંનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...