તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:પંચમહાલ જિલ્લા ભાજપ સરપંચો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ

ગોધરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાણાં જમા કરાવવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ
 • દરેક કાર્યકર સ્વેચ્છાએ દાન આપી રહ્યો છે : ભાજપ પ્રમુખ

ગોધરાના ગદુકપુર પાસે પંચમહાલ ભાજપનું નવિન કાર્યાલય આકાર થઇ રહ્યુ છે. આ કાર્યાલયના બિલ્ડીંગનું કામ હાલ ચાલી રહ્યુ છે. ત્યારે સોસિયલ મીડીયામાં જિલ્લા ભાજપ દ્વારા સરપંચો પાસેથી રૂપિયાની ઉધરાણી ભાજપના ઉચ્ચ કાર્યકર કરી રહ્યા હોવાની પોસ્ટ વાયરલ થઇ હતી. જેમાં અમુક સરપંચોના નાણાં જમા થયા છે. બાકીના સરપંચોએ મંગળવાર સુધી નાણાં જમા કરાવાનંુ કહ્યંુ હતું.

આમ કાર્યાલય બનાવવા સરપંચો પાસેથી નાંણા ઉધરાવતાં સરપંચોમાં છુપો રોષ જોવા મળી રહ્યો હતો. સોસિયલ મીડીયામાં નાંણાની ઉધરાણીની પોસ્ટ વાઇરલ થતાં પંચમહાલ જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વીનભાઇ પટેલે જણાવ્યું કે ભાજપનું કાર્યાલય બની રહ્યુ છે. તે કાર્યક્રતાઓના સહયોગથી બની રહ્યુ છે. અને કાર્યક્તાઓ પોતાનું યોગદાન આપે તેના માટે કાર્યક્રતાઓને અપીલ કરવામાં આવી છે. તેમના માધ્યમથી સ્વેચ્છીક રીતે તેમનો સહયોગ મળી રહેતો હોય છે. તેમ ભાજપ પ્રમુખે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો