તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંભીર આક્ષેપ:દાહોદના સીંગવજ ગામે ભાજપના ધારાસભ્ય તથા પુત્ર સહિત વગદારોએ વિસ્થાપિતોની જમીન હડપ કર્યાનો આક્ષેપ

ગોધરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરને આપેલી અરજીમાં ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરાયા
  • પંતગડીના અરસગ્રસ્તોનો 40 વર્ષ સુધી સંઘર્ષ પણ જમીનથી વંચિત રહ્યા
  • અસરગ્રસ્તોએ કલેકટર સહીત મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી
  • છબનપુરની ફાળવેલી જંગલ ખાતાની જમીનની સનદો મળતા જ દસ્તાવેજો થયા
  • હાઇવે રોડ ટચ અસરગ્રસ્તોની જમીનની બજાર કિંમત કરોડોમાં છે

દાહોદ જિલ્લાના સીંગવડના પંતગડી ગામના ગામજનોની હફડ, કબુતરી તથા અદલવાડા સિચાંઇ યોજનાના અસરગ્રસ્તો ચૌહાણ ગિરવતસિંહ ચૌહાણ, ચંપાબેન મંગળસિંહ પગી, રેશમબેન લાખાભાઇ પગી, કનુભાઇ અમરાભાઇ ચૌહાણ તથા સોમાભાઇ અમરાભાઇ ચૌહાણનાઓની ડુબાણમાં જમીન જતી રહેતાં તેઓને ગોધરા તાલુકાના છબનપુર જંગલ ખાતાની જમીન ફાળવવામાં આવી હતી. અસરગ્રસ્તોએ જમીનના મુળ માલિક બનવા 40 વર્ષ સુઘી સંઘર્ષ કરીને સનદો આપીને કબજેદાર ખેડહક્કે માલીક બન્યા હતા. નવી શરતની છબનપુર હાઇવે પાસેની અસરગ્રસ્તો લગડી જમીનની બજાર કીમંત કરોડો જેટલી થયા છે.

આ પાંચ અરસગ્રસ્તોએ ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી તેમના પુત્ર માલવદિપસિંહ ચંદ્રસિંહ રાઉલજી, જયનાબેન ચંદ્રસિંહ રાઉલજી, નેહાબેન માલવદિપસિંહ રાઉલજી, પ્રવિણભાઇ શામળભાઇ ગઢવી(ચારણ), લાભુભાઇ શામળાભાઇ ગઢવી(ચારણ) તથા દિનેશભાઇ સરદારભાઇ બારીઆ નાઓ છેતરપીંડી કરી દસ્તાવેજો બનાવી જમીન લઇ લીધી હોવાની આક્ષેપ કરતી અલગ અલગ અરજીઓ જિલ્લા કલેકટર સહિત વડાપ્રધાન, મુખ્યમંત્રીને કરી છે.

અરજીમા આક્ષેપ કર્યા કે ખોટી રીતે કાયદા વિરુદ્ધ, નવી શરતની જમીન હોવા છતાં રેવેન્યુ નંબરમાંથી શરત નંબર તથા ગુજરાત સરકારના ઠરાવોનો ભંગ કરી અમારી જાણ બહાર ખોટી રીતે રેવન્યુ દફતરે નામે કરી દીધી છે. રેવન્યુ અધીકારી, સર્કલ ઓફિસર મહેસુલ ગોધરા ગ્રામ્ય, મામલતદાર ગોધરાનાઓએ ધારાસભ્ય સહિતનાઓના ઇશારે તમામ શરતો વાંચ્યા વગર, સરકારના ઠરાવો પ્રત્યે આંખઆડા કાન કરી અમારી જમીનની વેચાણ નોંધ ખોટી રીતે પ્રમાણિત કરેલ છે. જેથી તેને તાત્કાલીક ખાલસા કરીને અમો મુળ માલિક હોવાથી અમારૂં નામ દાખલ કરીને ખોટું કરનાર તમામ સામે ખાતાકિય તપાસ કરાવીને ફોજદારી ફરીયાદ નોધવાની આક્ષેપ કરતી અરજીમાં જણાવેલ હતું.

મારો પતિ અભેસિંહ 5 દિવસથી ગુમ : રીટાબેન ચૌહાણ
અરજદાર રીટાબેન અભેસિંહ ચૌહાણનાએ આક્ષેપ કરતી અરજી કરી હતી. અરજીમાં આક્ષેપ કર્યો કે છબનપુર ખાતેની જમીનના અમે કબજેદાર છીએ. અમારી જમીન વેચાણ ન આપતાં મારા પતિ અભેસિંહ ચૌહાણ વિરુદ્ધ ખોટી ફરીયાદ નોધાવેલ છે. અરજીમાં આક્ષેપ કર્યો કે પોલીસ કમાન્ડો અમારે ધરે જીપો લઇને આવીને જમીન વેચાણ આપી દો નહિ તો ખોટા કેસમાં ફસાવી દઇશું તેવી ધમકીઓ આપે છે. તેવો આક્ષેપ કરતી અરજી આપી હતી. જયારે બીજી બાજુ અભેસીંહ ચૌહાણ 5 દિવસથી ગુમ થઇ ગયા છે. ગુમ થયેલા અભેસિંહ ચૌહાણને પોલીસ મથકે હાજર કરવા માટે પોલીસ તેના પરિજનોને ધાકધમકી આપતી હોવાનો પણ આક્ષેપ રીટાબેન ચૌહાણે કર્યો છે.

નવી શરતને જુની શરત કરવાનો સરકારનો ઠરાવ નથી : અરજદાર
અરજદારોઅે કરેલી અરજીમાં આક્ષેપ કર્યો હતો કે સરકારના ઠરાવ મુજબ નવી શરતની જમીનને જુની ફેરવતો કોઇ હુકમ સરકારનો નથી. 15 વર્ષનો સમય થયેલ નથી. તેમ છતાં વેચાણ રાખનારોએ દસ્તાવેજોમાં જુની શરત ખોટી રીતે થયેલાનું રેવન્યુ દસ્તાવેજો થી સાબીત થયા છે. અમને સનદ આપવાની છે. તેમ કહીને દસ્તાવેજો કરાવી દીધા હોવાનો આક્ષેપ અરજદારો કર્યો હતો.

અધિકારી સામે ‘હા’ માં જવાબ આપવાનું કહ્યું હતું
ગીરવત સિંહ નરવતસિંહ ચૌહાણે કહ્યું- છબનપુર ખાતેનીજમીન અમને 40 વર્ષથી માલિક બન્યા ન હતા. આ લોકો આવીને તમારી માલીકાની જમીન થઇ જશો સનદ આપવાની હોવાથી અધીકારી સામે તમારે ‘હા’ માં જવાબ આપવાનો તેમ કહીને સહીઓ કરાવી દીધી હતી. અમારી જમીનમાં સી.કે.રાઉલજી અને બીજાના નામો આવી ગયા. અમારૂં નામ જમીનમાંથી ગાયબ થઇ ગયું છે. સનદ લેવા અમે ગોધરાની ઓફિસમાં 60 હજાર ભર્યા હતા.

કાયદેસરનો દસ્તાવેજ કરીને જમીન લીધી છે
અમને જમીનના 2016 પાવર ઓફ એટર્ની આપેલી છે. તેમ છતાં અમે કાયદેસરનો દૃસ્તાવેજ કરીને જમીન લીધી છે. દસ્તાવેજ વખતે પૈસા લીધેલાની પહોંચ છે. જમીન નિયમ મુજબ કાયદેસરથી લીધેલી છે. દરેક દસ્તાવેજો વખતે તેઓને પેસા આપ્યા છે. જે લાગતા વળગા વિભાગ માંગશે તો અમે જમીનના આધાર પુરાવા રજુ કરીશું,તેમ ધારાસભ્યના પુત્ર માલવદિપસિંહ રાઉલજીએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...