તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ડેરોલ APMCમાં સરકારી ગ્રાન્ટ અને ભરતીમાં કૌભાંડ આચર્યાનો આક્ષેપ

ગોધરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિવૃત્ત ઇન્સ્પેક્ટર દ્વારા ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર ખાતે કરાયેલી રજૂઆત
  • કૌભાંડમાં સંડોવાયેલી વ્યક્તિઓ સામે નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માગ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ડેરોલ ખાતે આવેલ APMCમાં સરકારની ગ્રાન્ટના નાંણા અને ભરતી અંગે કૌભાંડ આચર્યાના આક્ષેપ APMCમાં ફરજ બજાવી નિવૃત ઇન્સ્પેક્ટર જસવંતસિંહ ખુમાનસીંહ જાદવ દ્વારા કરવામાં આવી છે. અને આ અંગે તેમના દ્વારા ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી લેખીત રજુઆતો કરવામાં આવી છે.

પરંતુ આજ દિન સુધી આ અંગે કોઇ તપાસ ન થઇ હોવાનું જણાવ્યુ છે. તેમણે કરેલી લેખીત રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા માર્કેટીંગયાર્ડના વિકાસ માટે અડાદરા તથા વેજલપુર સબયાર્ડમાં ખેડુતો માટે બંન્ને સ્થળે પાંચ પાંચ માલ સંગ્રહ કરવાના ગોડાઉન (વેર હાઉસ) બનાવવામાં આવ્યા હતા. પરંતુ બજાર સમીતી દ્વારા વેપારીઓ પાસેથી ડીપોઝીટની મોટી રકમ લઇ ભાડે આપ્યા હોવાનું તથા ડેરોલ ખાતે સેડ બનાવવાની જગ્યાએ ગોડાઉન બનાવી સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરી વિકાસ માટે ફાળવવામાં આવેલ નાણાનો દુર ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યુ છે. તથા બજાર સમીતીના ચેરમેન, સભ્યો એકાઉન્ટન્ટ, ક્લાર્ક તથા પટાવાળાની ભરતી પોતાની મરજીથી કરી સરકારના તમામ નિયમોનું ઉલંધન કરવામાં આવ્યુ હોવાનું જણાવ્યુ છે.

વધુમાં નિવૃત ઇન્સ્પેક્ટર દ્વારા આ અંગે વર્ષ 2019થી સતત ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી રજુઆત કરવા છતા કોઇ પણ જાતની તપાસ કરવામાં ન આવતા કૌભાંડમાં અધિકારીઓ પણ સંડોવાયા હોવાની શંકા તેઓ સેવી રહ્યા છે. અને માંગ કરી છે કે આ જેતે વિભાગ દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવે અને કૌભાંડમાં સંડોવાયેલી વ્યક્તીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો