તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં ઓક્સિજન બેડ હોવાની વાતો પોકળ:ગોધરા કોવિડ હોસ્પિટલમાં તમામ બેડ ફૂલ, દર્દીઓ આખી રાત 108માં રહ્યા, છેક સવારે સારવાર મળી

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 108માં અાવેલા કોરોના દર્દીઅોને હોસ્પિટલમાં દાખલ કરવા 6 કલાકથી વધુ વેઇટિંગ
  • હોસ્પિટલની બહાર 108 એમ્બ્યુલન્સનો રાતભર જમાવડો
  • અોક્સિજન ખાલી થતાં કોવિડ સેન્ટરમાંથી બોટલો લાવવાની નોબત અાવી
  • ગંભીર દર્દીઓને 108માં જ અોક્સિજન અપાયો

પંચમહાલ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક બનતાં રોજ 200થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઅોની સંખ્યાઅો વધતાં ગભીર દર્દીઅોથી કોવિડ હોસ્પિટલ ઉભરાતાં અોક્સિજન બેડ અને વેન્ટિલેટર બેડ ફૂલ થઇ જતાં ગંભીર દર્દીઅો મુંઝવણમાં મુકાયા હતા. શુક્રવારે કોરોનાના 252 કેસ મળી અાવતાં શુક્રવારની રાતે કોરોનાના ગંભીર દર્દીઅોને ગોધરાની સિવિલ ખાતેની કોવિડ હોસ્પિટલમાં લાવવામાં અાવતાં 108 અેમ્બ્યુલન્સનો સિવિલ કમ્પાઉન્ડમાં ભરાવો થયો હતો.

એક તબક્કે કોરોનાના ગંભીર દર્દીઅોનું અોક્સિજન લેવલ અોછું થતાં તેમને 108માં જ ઓક્સિજન અપાયો હતો. અોક્સિજન લેવલ 62થી લઇને 80 સુધીના કોરોનાના દર્દીઅો રાતે 108માં સિવિલ અાવતાં અફરાતફરી મચી હતી. કોવિડ સેન્ટરમાં બેડ ન હોવાથી રાતે 11 વાગે અાવેલા દર્દીઅોને સવારે 9 વાગે ઓક્સિજન બેડ મળ્યો હતો. જ્યારે રાતે 108માં કેટલાક કોરોનાના ગંભીર દર્દીઅોને અપાતો ઓક્સિજન બોટલ ખલાસ થઇ જતાં તાત્કાલિક સિવિલના ઇમરજન્સી ઓક્સિજનના બોટલ અપાતાં કોરોના દર્દીઅોને ઓક્સિજન મળતાં મોટી ઘટના ટળી હતી.

અામ જિલ્લામાં ઓક્સિજન બેડ હોવાની વાતો પોકળ સાબિત થઇ હતી. રાતે અેક સાથે 7 જેટલી 108ની લાઇન લાગતાં દર્દીઅોના સગાઅો પણ ચિંતામાં મુકાઇ ગયા હતા. રાતે અાવેલા દર્દીઅોને છેક સવારે દાખલ કરાયા બાદ સારવાર મળતાં દર્દીઅોના સગાંઅોને રાહત થઇ હતી.

108ના કર્મીઅો અાખી રાત દર્દીઅોની સેવામાં હાજર રહ્યા હતા
કોરોનાના ગંભીર દર્દીઅોને લઇને અાવેલી 108 અેમ્બ્યુલન્સની લાંબી લાઇન સિવિલના કમ્પાઉન્ડમા લાગી હતી. 108ના પાયલોટ કોવિડ સેન્ટરમાં દર્દીઅોને દાખલ કરવા જતાં કોવિડ સેન્ટરમાં અેક પણ ઓક્સિજન બેડ ખાલી ન હોવાનું જણાવતાં કોરોના દર્દીઅોને અાખી રાત 108માં રાખ્યા હતા. 108ના કર્મીઅોઅે માનવતા દાખવીને 108નો ઓક્સિજન અાપીને ગંભીર દર્દીઅોના જીવ બચાવ્યા હતા. 108નો ઓક્સિજન ખલાસ થતાં કર્મીઅોએ તાત્કાલિક સિવિલમાંથી બોટલો લઇને દર્દીઅોને ઓક્સિજન અાપ્યો હતો. કોવિડ સેન્ટરમાં જગ્યા ન મળતાં 108ના કર્મીઅોએ પણ અાખી રાત દર્દીઅો સાથે રહીને તેઓનેે સારવાર અાપીને માનવતા મહેકાવી હતી.

રાતના અઢી વાગ્યાથી વેઇટિંગમાં છીઅે, અમારું કોઇ સાંભળતંુ નથી
હું મારી માતાને લઇને રાતના અઢી વાગ્યાના 108માં સિવિલમાં અાવ્યા છે. રાતના વેઇટિંગમાં છીઅે. રાતે 108માં સારવાર લીધી હતી. અમે રીકવેસ્ટ કરી હતી, અમને ઓક્સિજન બેડ અાપવાની અાજીજી કરી હતી. રાતની મારી માતા 108માં છે. અેમ્બ્યુલન્સમાં સારવાર મળતાં બે ઇન્જેકશન અાપ્યા હતા. અહીં રાતે 9 વાગ્યાથી 7થી 8 જેટલી 108 કોરોના દર્દીઅોને દાખલ કરવા લઇને અાવી છે. અમારું કોઇ સાંભળતું નથી. > તોફિક પઠાણ, દર્દીના પુત્ર

અન્ય સમાચારો પણ છે...