પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લાના વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવાની સૂચનાને પગલે પંચમહાલ એલસીબી પીઆઇ કે પી જાડેજા દ્વારા પોલીસની ટીમને બાતમી મળી હતી કે ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ ખરીદી કરવા મધ્યપ્રદેશના અલીરાજપૂર જિલ્લાના કઠીવાડા ગામે તેમજ છોટા ઉદેપુર જિલ્લાના ઝોઝ ગામે હાટ બજારમાં આવવાના છે. જેના આધારે પોલીસ સ્ટાફ હાટ બજારમાં પહોંચી અલિરાજ પૂર જિલ્લાના કઠીવાડા હાટ બજારમાંથી 5 ગુનાઓમાં સંડોવાયેલા નરેશ ઉર્ફે નરીયો ગનીયા કિરાડ, એક ગુનામાં સંડોવાયેલા પ્રવિણભાઇ કનુભાઈ ચૌહાણ નામના વોન્ટેડ આરોપીઓની અટકાયત કરી હતી.
જ્યારે છોટા ઉદેપુર જિલ્લાના ઝોઝ ગામના હાટ બજારમાંથી 6 ગુનાઓમાં રાકેશભાઈ સાબિરભાઈ રાઠવા, 2 ગુનાઓમાં સંડોવાયેલા અલ્કેશભાઈ થાવરિયાભાઇ રાઠવા અને હાલોલ ટાઉન પોલીસમથકના એક ગુનામાં સંડોવાયેલા દામસિંગ ઉર્ફે દામાભાઈ તેરસિંગભાઈ રાઠવાની અટકાયત કરી હતી. આમ પંચમહાલ એલસીબી પોલીસની ખાસ ટીમ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરીને અલગ અલગ પોલીસ મથકોએ નોંધાયેલા ૧૬ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા 5 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.