સહાય:પંચમહાલમાં મોતના આંકડાથી 10 ગણા વધુને સહાય ચૂકવાઇ

ગોધરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે 71 મોત સામે 608 ફોર્મ મંજૂર થયા
  • 508 મૃતકોના​​​​​​​ સંગાઅોને 2.54 કરોડની સહાય ચૂકવી દેવાઇ

પંચમહાલ જિલ્લામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં અારોગ્ય વિભાગે કુલ 71 કોરોના દર્દીઅોના મૃત્યુ પામ્યા હોવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના અાદેશ બાદ સરકારે મૃતકોના પરિવારજનોને 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. ત્યારે અચાનક જિલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલાનો અાંકડો સામે અાવતાં કોરોનાથી જિલ્લામાં કોરોનાની ખુમારી બહાર અાવી છે.

સરકારના 71 મોતના અાંકડા સામે અત્યાર સુધી જીલ્લામાં 952 સહાયના ફોર્મ ભરાઇને અાવી ચુકયા છે. જેની સામે સરકારે 608 કેસને મંજુર કર્યા છે. જેયારે 118 કેસો ના મંજુર કરવામાં અાવ્યા છે. સરકારે અેક મૃતકના 50 હજાર રૂપિયા લેખે અત્યાર સુધી 508 કોરોનાથી મૃત્યુ પામેલાના 2.54 કરોડ જેટલી સહાય ચુકવી દીધી છે. અામ જિલ્લામાં સરકારના અાંકડા કરતાં 10 ગણા વધુને કોરોના સહાય ચુકવી દેવામાં અાવી છે. જયારે 226 ફોર્મનો નિર્ણય લેવાનો બાકી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...