લોકોની વહારે:અહમપાના તબીબો કોરોનાને લઇને લોકોની વહારે આવશે

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોધરામાં અહમપાની વાર્ષિક સાધારણ સભા
  • નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી

પંચમહાલ જિલ્લાના આયુર્વેદ અને હોમિયોપેથીક ડોક્ટરનું સંયુક્ત એવું એસોસિએશન અહમપા જે તબીબી સેવાની સાથે સાથે સમાજ સેવા અને લોકોને સરળ અને સસ્તી સ્વાસ્થ્યની સેવાઓ મળી રહે તે હેતુ છેલ્લા 19 વર્ષથી અવિરત કામ કરી રહ્યું છે. તેમજ કોરોના કાળ દરમિયાન સરકારના આરોગ્ય વિભાગ સાથે કદમ તાલ મેળવી કોરોના નાથવાના તમામ પ્રયાસોમાં સતત પ્રયત્નશીલ રહ્યું છે.

ત્યારે આ એશો.ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ડો. દિલીપભાઈ દાસીયાની નવા પ્રમુખ અને ડો. હર્ષદ મહેરા મહામંત્રી સહિત નવીન કારોબારીની નિમણુક સર્વાનુમતે કરવામાં આવી છે. અને આગામી સમયમાં એશો.ના નવીન હોદ્દેદારોએ તબીબોને કોઈ મદદ માટે તૈયાર રહેવા અને પ્રવર્તમાન સ્થિતિમાં સરકાર સાથે રહી લોકોને મદદરૂપ થવાની નેમ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...