હુકમ:એગ્રો સેન્ટરનું જંતુનાશક દવા વેચાણનું લાઇસન્સ 30 દિ’ માટે રદ, દવાને કારણે ખેડૂતને 5 લાખનું નુકસાન

ગોધરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દવાનો સ્ટોક અને એકસપાયરી દવાનું રજિ. નિભાવેલું ન હતું
  • કારેલા પર છાંટતાં કારેલા સૂકાયા, એગ્રો સેન્ટરને જાણ કરતાં કોઇ દાદ ન મળી

કાલોલ તાલુકાના વેજલપુર ખાતે અાવેલ અેગ્રો સર્વિસ સેન્ટરમાંથી ગોધરાના રામપુર જોડકાં ગામના ખેડૂત ચાેહાણ બળવંતસિહ દલપતસિહે કારેલાના માંડવો માટે જતુંનાશક દવા ખરીદી હતી. જેને કારેલા પર છાંટતાં કારેલા સુકાઇ ગયા હતા. અા બાબતે અેગ્રો સેન્ટરને જાણ કરતા ત્યાંથી કોઇ દાદ મળી ન હતી. અા દવા છાંટતાં ખેડૂતને 4 થી 5 લાખનું નુકસાન થયું છે.

જેની ખેડુતને નુકસાનીનું વળતર મળે તેવી લેખીત રજુઅાત ગોધરા અેપીઅેમસીના ચેરમેને જિલ્લા નાયબ ખેતી નિયામકને કરી હતી. રજુઅાતને લઇને નાયબ ખેતી નિયામકે અેગ્રો સેન્ટરની તપાસ હાથ ધરતાં જતુંનાશક દવા અધિનિયમનો ભંગ થયેલ હતો. જેમાં અેગ્રો સેન્ટરના સંતોષકારક જવાબ ન રજુ કરતાં અેગ્રો સેન્ટરનું જતુંનાશક દવાનું લાયસન્સ 30 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ નાયબ ખેતી નિયામકે કર્યો હતો.