પુત્રનાં અભ્યાસ માટે માતાનો પરિશ્રમ:શહેરામાં કોરોનાથી પતિના મૃત્યુ બાદ ખેતીની જવાબદારી ઉઠાવી લીધી

ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મીનાબેન- ફાઇલ તસવીર - Divya Bhaskar
મીનાબેન- ફાઇલ તસવીર
  • પુત્રને ભણાવવા માટે માતાએ ખેતી શરૂ કરી

શહેરાના વાઘજીપુર ખાતે કોરોનાની બીજી લહેરમાં રણજીતસિંહને કોરોના ભરખી જતાં તેમની પત્ની મીનાબેન પર ઘર ચલાવવા સાથે પોતાના પુત્રને ભણાવવાની જવાબદારી માંથે આવી ગઇ હતી. પણ મીનાબેને હિંમત હાર્યા વગર ગુજરાન ચલાવવા અને પુત્રના અભ્યાસ માટે ખેતી કામ શરૂ કર્યું હતું. વાઘજીપુરમાં અન્ય કોઇ રોજગારી ન મળતાં આખરે મીનાબેને ખેતી કરવાનું નક્કી કર્યું. મીનાબેનનો ખેતી કામનો અનુભવ હાલ કામે લાગતાં તેઓએ ખેતરમાં ચણા, ઘઉં સહિતની ખેતી કરીને પરિવારનુ| ગુજરાન ચલાવી રહી છે. અને ખેતી કામથી થતી આવકથી પોતાના પુત્રને ખેતી કામ કરવા નહિ દઇને અભ્યાસ કરાવી રહી છે. મહિલા દિવસે મીનાબેન અન્ય મહિલાઓ માટે ઉત્તમ ઉદાહરણ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...