તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇનઓફ:દોઢ વર્ષ બાદ ધો. 6થી 8ના વર્ગ શરૂ થતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

ગોધરા, દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંખી હાજરી સાથે શિક્ષણ શરૂ : સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, ટેમ્પરેચરની તપાસ અને સેનેટાઇઝેશન સાથે એન્ટ્રી અપાઇ
  • વાલીઓમાં હજુ પણ ડર હોવાને કારણે ત્રણ પૈકી એક પણ જિલ્લામાં વિદ્યાર્થીઓની સંખ્યા 50% સુધી પહોંચી શકી નહીં

સરકારે ધો.6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ કરવાની પરવાનગી આપતાં બુધવાર સુધીમાં વિવિધ સ્કૂલો દ્વારા તડામાર તૈયારીઓ કર્યાં બાદ ગુરુવારે તા.2 સપ્ટેમ્બરના રોજથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે દાહોદ, પંચમહાલ કે મહિસાગર જિલ્લાના એક પણ તાલુકાની એક પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી 50 ટકા કે તેથી વધુ નોંધાઇ ન હતી.

તંત્ર પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર પંચમહાલમાં 31%, મહિસાગરના લુણાવાડા અને વિરપુર તાલુકામાં પણ 50%થી ઓછી તથા દાહોદ જિલ્લામાં 21.40% વિદ્યાર્થીઓ જ પોતાના વાલીઓના સંમતિપત્રો લઇને પહોંચ્યા હતાં. વર્તુળોમાં ચર્ચા હતી કે હજુ પણ વાલીઓમાંથી કોરોનાની ત્રીજી લહેરનો ડર ગયો નથી. જેને કારણે પોતાના સંતાનોને તેઓ પૂર્ણ વિશ્વાસ સાથે સ્કૂલમાં મોકલી રહ્યાં નથી.

પંચમહાલ / પ્રથમ દિવસે ધો.6થી 8ના 31% વિદ્યાર્થીઅોએ અોફલાઇન અભ્યાસ કર્યો, છાત્રોને શાળામાં મોકલવા માટે શિક્ષકો વાલીઅોને સમજણ આપશે
કોરોનાના કેસ ઘટવાને પગલે સરકારે ધો.6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની પરવાનગી આપતાં પંચમહાલની શાળાઓ ગુરુવારે ધમધમતી થઇ હતી. પંચમહાલમાં ધો.6થી 8ના 92 હજાર જેટલા વિદ્યાર્થીઅો પૈકી 31% વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. પ્રવેશ વખતે વિદ્યાર્થીઅોને માસ્ક અને ટેમ્પરેચર ગનથી ચેક કરીને કલાસરૂમમાં સોસિયલ ડીસ્ટન્સ સાથે બેસાડયા હતા. વાલીના સંમતિપત્ર લઇને શાળામાં અોફલાઇન શિક્ષણ લેવા અાવેલા 29 હજાર જેટલા વિદ્યાર્થીઅો નાસ્તા અને પાણીનો બોટલ સાથે લઇને અાવ્યા હતા. જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ અોનલાઇન શિક્ષણ મેળવ્યું હતું.

તાલુકાશાળાકુલ છાત્રોહાજરછાત્રોટકાવારી
ઘોઘંબા14712150403033.14
ગોધરા25326320777829.54
હાલોલ12512770329325.81
જાબુંઘોડા37288171424.78
કાલોલ11011490406935.36
મોરવા(હ)13111254322128.58
શહેરા16315981598637.45
કુલ966928932909131.32

લુણાવાડામાં 5797 અને વિરપુર તાલુકામાં 4159 વિદ્યાર્થી હાજર રહ્યાં

લુણાવાડા,વિરપુર. લુણાવાડા તા.ના 13525 વિઘાર્થીઓમાંથી 5797 વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ માટે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ વાલીના સંમતીપત્ર સાથે હાજર રહ્યા હતા. ક્લાસરૂમમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે એક બેંચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા હતા. વિરપુર તાલુકાની 61 પ્રાથમિક શાળાઓમાં ધો.6થી 8ના પહેલા દિવસે 4159 વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી.

અાગામી સમયમાં વિદ્યાર્થીઅોની સંખ્યા વધશે
પ્રથમ દિવસે શાળાઅોમાં 31 ટકા જેટલા વિદ્યાર્થીઅો અોફલાઇન અભ્યાસ કર્યો છે. સરકારની ગાઇડ લાઇન મુજબ શાળામાં વાલીના સંમતીપત્ર સાથે બાળકોને પ્રવેશ અાપ્યો હતો. અાગામી સમયમાં વિદ્યાર્થીઅોની સંખ્યા વધશે. શાળાના શિક્ષકો વાલીઅોને બાળકને શાળાઅે અભ્યાસ કરવા મોકલવા સમજાવશે. શાળામાં વર્ગમાં સોસિયલ ડીસ્ટન્સ સાથે બાળકોઅે અભ્યાસ કર્યો હતો >વિનુભાઇ પટેલ, પ્રા.શિક્ષણાધીકારી, પંચ.

દાહોદ : પ્રથમ દિવસે શાળામાં 21.40% વિદ્યાર્થીઓએ ઓફલાઇન શિક્ષણ લીધું, 1,94,801માંથી 41,693 બાળકો જ સ્કૂલમાં હાજર રહ્યા હતાં

દાહોદ જિલ્લામાં ધોરણ 6થી 8 ધોરણનો પ્રારંભ ગુરુવારથી થયો હતો. સંમતિપત્ર સાથે આવેલા તમામ બાળકોને શાળામાં એન્ટ્રી અપાઇ હતી. બાળકોનું કુમકુમ તીલકથી સ્વાગત કરી ટેમ્પરેચર ગનથી શરીરનું તાપમાન માપ્યા બાદ પ્રવેશ અપાયો હતો. દાહોદ જિલ્લામાં ધોરણ 6થી 8ની 1027 શાળાઓ છે. જેમાં 194801 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રથમ દિવસે જિલ્લાની વિવિધ શાળામાં 41693 બાળકોની 21.40 ટકા હાજરી નોંધાઇ હતી. શહેરી વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની સંખ્યા વધુ હોવાનું જોવા મળ્યુ હતું.

લીમખેડામાં સૌથી ઓછી 15% જ હાજરી
તાલુકોધો6થી8હાજરગેરહાજર
બારિયા15348481610532
ઝાલોદ24976659318383
દાહોદ32914768425230
સંજેલી563613664270
ફતેપુરા14327413410193
ગરબાડા1095923868573
ધાનપુર964323907253
લીમખેડા51245694744298
સીંગવડ29753537724376
અન્ય સમાચારો પણ છે...