પંચમહાલમાં ત્રીજી લહેરના ભણકારા:222 દિવસ બાદ 15 વર્ષની કિશોરી, 14 વર્ષનો કિશોર, 3 નર્સિંગ વિદ્યાર્થિની સહિત 14 કેસ પોઝિટિવ આવ્યા

ગોધરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલમાં સક્રિય કેસનો આંકડો 20 થવાને પગલે તંત્રમાં ભારે દોડધામ
  • ગોધરા શહેરમાં 12 અને હાલોલમાં 2 કોરોનાના પોઝિટિવ કેસ મળી આવ્યા
  • દાહોદમાં કુવૈત જવા ઇચ્છુક ગાંધીનગરમાં ભણતો લીમડીનો યુવક પોઝિટિવ આવ્યો
  • દે.બારિયા તાલુકામાં 1, લુણાવાડા 3 તથા વિરપુર તાલુકામાં 1 કેસ નોંધાયો

પંચમહાલ જિલ્લામાં એક તરફ 15થી 18 વર્ષના કિશોરોને રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે મંગળવારે જિલ્લામાં એક સાથે કોરોનાના 14 પોઝિટિવ કેસ મળી આવતાં જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર દસ્તક આપી રહી હોય તેમ લાગી રહ્યું છે. મંગળવારે નોધાયેલા 14 કોરોના કેસમાં ગોધરા શહેરમાંથી 12 કેસ અને હાલોલમાંથી 2 કોરોના કેસ નોંધાયા છે. જેમાં 14 વર્ષનો કિશોર, 15 વર્ષની કિશોરી તથા 3 નર્સિંગ સ્ટુડન્ટ્સનો પણ સમાવેશ થાય છે.

નોંધનિય છે કે પંચમહાલમાં બીજી લહેર વખતે 28 મે 2021ના રોજ જિલ્લામાં 14 કેસ નોંધાયા હતાં. ત્યારે તેના 222 દિવસ બાદ જિલ્લામાં કોરોના એક સાથે 14 કેસ ફરી વખત નોધાયા છે. ગોધરા શહેરની નર્સિંગ સ્કૂલની 3 વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ થઇ છે. જ્યારે ગોધરાના અમલી ફળિયા વ્હોરવાડ, સત્યમ સોસાયટી, પ્રભારોડ, પરમહંસ સોસાયટી, વૃંદાવન નગર, કોટીયાર્ક સોસાયટી તથા હાલોલની જ્યોતિનગર સોસાયટી તથા જેટકો કોલોનીમાંથી કોરોના કેસ મળી આવ્યા છે. જિલ્લામાં કોરોના 14 કેસ નોધાતા જિલ્લામાં કોરોના સક્રિય કેસની સંખ્યા 20 પર પહોંચી છે.

જિલ્લામાં કોરોના કુલ 9635 કેસ થયા હતા. મંગળવારે જિલ્લામાં 17324 વ્યક્તિઓએ કોરોના પ્રથમ અને બીજો ડોઝ લીધો, જ્યારે 15થી 18 વર્ષના 9,724 કિશોરે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. પ્રથમ અને બીજા ડોઝ મળીને કુલ 22,62,564 જિલ્લાવાસીઓએ કોરોનાની રસી લઇ લીધી છે. માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે.

જિલ્લામાં હાલ કોલેજો, શાળા અને સ્કૂલોમાં ઓફલાઇન અને ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે. ત્યારે ગોધરાની નર્સિંગ સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી હતી. નર્સિંગ સ્કૂલમાં એક બિલ્ડીંગમાં અભ્યાસ અને રહેણાંકની વ્યવસ્થા કરેલ છે. ત્યારે એક સાથે નર્સિંગ સ્કૂલની 3 વિદ્યાર્થિનીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ સ્કૂલની તમામ વિદ્યાર્થિોના ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવાની શરૂઆત કરી ચૂક્યું છે. જ્યારે સમગ્ર પંચમહાલમાં કોરોનાને લઇ ખળભળાટ મચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...