તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:ઘોઘંબા તાલુકાના આગેવાનો સહિત 250 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગોધરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ, માજી સરપંચ, ડે. સરપંચ, પંચાયત સભ્યો જોડાયા

પંચમહાલ જિ. આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશ બારીઆએ થોડા દિવસ પહેલા બાકરોલ ગામે સ્થાનિક સમસ્યાઓને જાણવા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો તથા સરપંચો, માજી સરપંચો, ડે. સરપંચો તથા અન્ય નાગરિકોની મોટી સંખ્યા સાથે મિટિંગ રાખી હતી. જીંઝરી જિ. પંચાયત બેઠકના ગામો બાકરોલ, વાંકોડ, વાવ, ઝાબ, સરસવા, નાથપુરા, પોયલી, બાકરોલ અને જીંઝરીમાંથી આગેવાનો, સરપંચ, માજી સરપંચ, ડે. સરપંચ, પંચાયત સભ્યો સહિત 250 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

જેમાં ઘોઘંબા તાલુકા એપીએમસીના પૂર્વ ચેરમેન અર્જુનસિંહ બારીઆ, બાકરોલના સરપંચ કલસિગભાઇ રાઠવા, વાવના માજી સરપંચ પ્રવિણભાઈ રાઠવા, બાકરોલના ડે. સરપંચ ઘમીરભાઇ રાઠવા, ઘોઘંબા તાલુકા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ સુભાષભાઈ રાઠવા, નાથપુરા ગામના આગેવાન ધીરુભાઈ રાઠવા, જીંઝરી તાલુકા પંચાયત બેઠક પર અપક્ષ તરીકે ચૂંટણી લડેલા રાજકીય આગેવાન અને ભાજપના સક્રિય કાર્યકર ફતેસિંહ ડાભયભાઇ બારીઆ સહિતના આગેવાનો સાથે 250 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેનાથી પંચમહાલ જિલ્લાના વિવિધ રાજકીય પક્ષોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...