તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:મહિલાને આત્મહત્યાના વિચારોથી મુક્ત કરાવતી અભયમ ટીમ

ગોધરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પરિણીતા ચિંતામાં રહેતાં જેથી જીવવામાંથી રસ નહોતો રહ્યો

ગોધરા શહેરના પોષ એરિયા ગણાતા દાહોદ રોડ પર રહેતી પરીણિતા તેમના પરિવાર સાથે અમદાવાદ રહેતા હતા. તેમનો દીકરો મેડિકલ અભ્યાસ કરતો હોઈ ખુબ ખર્ચ થઈ ગયેલ અને હવે પછીના આગળ અભ્યાસ માટે શિક્ષણનો ખર્ચ કેવી રીતે કરશે, પતિની ટૂંકી આવક છે, દીકરો અભ્યાસ પૂરો કરી શકશે કે નહીં તેવા વિચારો થી આત્મહત્યા કરવા ત્રીજા માળેથી છલંગ લગાવતા સદ્ભાગ્યે બચી ગયેલ પરંતુ પગમા ગંભીર ઈજા થઈ હતી. જેથી વીલચેરમા રહેવું પડતું હતું. પરિવાર ગોધરા રહેવા આવેલ જ્યાં પરણિતા સતત ટેન્સનમા રહેતા અને તેના કારણે જિંદગી જીવવામાંથી રસ ઉડી ગયો હતો.

તેમના ડિપ્રેસનને કારણે પરિવાર સતત ચિંતામા હોઈ મદદ માટે અભયમ 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમ કાઉન્સરે તેમનું અસરકારક કાઉન્સલિંગ કરતા જણાવેલ કે જીવન અમૂલ્ય છે. જીવન મા આવતી મુશ્કેલીનુ નિરાકરણ પણ આપણા હાથ મા હોય છે પરિસ્થિતિનો હિંમત પૂર્વક મુકાબલો કરવો જોઈએ તમારા દીકરાનો મેડિકલ અભ્યાસ પૂર્ણ થવાની તૈયારી છે.

થોડો સમય ધીરજ રાખવી આ સમયે સંગીત સાંભળવું, પ્રાર્થના કરવી અને શક્ય તેટલું વધુ મા વધુ આનંદ મા રહેવું આમ અસરકારક કાઉન્સલિંગથી તેમનામા હિંમત આવી હતી. અને હવે પછી ધીરજ રાખી પરિવારને હૂંફ આપશે તેમ જણાવ્યું હતું પોતાને અમૂલ્ય માહિતી આપવા બદલ અભયમ ટીમ નો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...