તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ચોપડાખુર્દની યુવતીએ ગોધરા મહિલા પોલીસ મથકે ફરિયાદ

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પતિ, સાસુ, સસરા, જેઠ અને નણંદ સહિતનાઓ સામે ફરિયાદ

શહેરા તાલુકાના ચોપડાખુર્દ ગામના કૈલાશબેનના લગ્ન દરુણીયા ગામના વિક્રમભાઈ પરમાર સાથે થયા હતા. તેમના દામ્પત્ય જીવનના ભાગરૂપે દીકરીનો જન્મ થયો હતો. તે વખતે પતિ વિક્રમભાઈ અને સાસુ બુનીબેન, તથા નણંદ શર્મિષ્ઠાબેન જોવા આવ્યા હતા.

તેઓ કહેવા લાગ્યા હતા કે અમને છોકરી જોઈતી ન નહી અમને છોકરો જોઈતો હતો. તેમ કહીને મ્હેણા મારીને જતા રહ્યા હતા. ત્યારબાદ કૈલાશબેનના સસરા ધુળાભાઈ અને સાસરીયાઓ તેડવા આવતા કૈલાશબેન સાસરીમા રહેવા આવી ગઇ હતી. થોડા સમય પછી પતિ, સાસુ, સસરા દ્વારા કહેવામાં આવતું હતું કે તે છોકરીને જન્મ આપ્યો છે. તુ ગમતી નથી તેમ કહી દહેજ ઓછુ લાવેલી છે. તેમ કહીને મ્હેણા ટોણા મારતા હતા.

ઘરસંસાર ચલાવવા કૈલાશબેન સાસરી પક્ષનો ત્રાસ સહન કરતા હતા​​​​​​​. સમય જતા પુન: કૈલાશબેન ગર્ભવતી બનતા પુત્રીને જન્મ આપ્યો હતો, પતિ દવાખાનામાં આવીને મનફાવે તેમ બોલીને ચાલ્યો ગયો હતો. અને દોઢેક વર્ષ સુધી તેડવા નહી આવતા સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરીને ત્રણેક મહીના પહેલા સાસરીમાં મોકલી આપેલી હતી. ત્યારબાદ પણ પતિ દ્વારા વાંક ગુના વગર માર માર મારવામા આવતો હતો. આખરે ત્રાસીને કૈલાશબેને ગોધરા મહીલા પોલીસ મથકમાં પતિ, સાસુ, સસરા, જેઠ, નણંદ સહીતના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો