છેતરપિંડી:ONGCમાં નોકરીની લાલચ આપી દાહોદની મહિલાએ રૂ 17.50 લાખની છેતરપિંડી કરી

ગોધરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અેક પરિવારના 3 જણને નોકરીની લાલચ અાપીને મહિલા નાણાં ચાંઉ કરી ગઇ
  • દાહોદમાં ડો. મંજુલાબેન કહેશો તો અોળખાણ અાપશે કહીને વિશ્વાસમાં લીધા

ગોધરાની ગાયત્રી સોસાયટીના નટવરભાઇ પટેલ અને પત્નીને અમદાવાદ ખાતે લગ્નમાં દાહોદના મંજુલાબેન અંબાલાલ પંડ્યા સાથે મુલાકાત થતાં મંજુલાબેને અોઅેનજીસીમાં નોકરી જોઇતી હોય તો કહેજો પૈસા અાપીને નોકરીનો અાર્ડર અપાવીશ કહીને વિશ્વાસમાં લીધા હતા. નટવરભાઇના મોટા છોકરાની પત્ની, મોટાભાઇનાે છોકરો તથા પોતાના પુત્રને નોકરી લગાવવાની વાત કરતા મંજુલબેને 3 જણાની નોકરીના રૂ. 17.50 લાખ અાપશો તો અાર્ડર મળી જશે તેમ કહ્યુ હતુ.

નટવરભાઇ પટેલે પોતાના ઘરે મંજુલાબેન 3 જણાની નોકરીના 50 ટકાના રૂા. 9.25 લાખ રોકડા અાપ્યા હતા. મંજુલાબેને વોટ્સઅપ પર અોઅેનજીસી કંપનીના લેટર પેડ પર ફીટનેશ સર્ટી માંગતા ફીટનેશ સર્ટી મોકલ્યું હતું. બાદમાં મંજુલાબેન પંડયાઅે સિલેકશન લેટર અાપીને બાકીના રૂ.8.25 લાખ રોકડા લઇ ગયા હતા. નટવરભાઇ પટેલે અોઅેનજીસી કંપનીના ફાઇનલ અોર્ડર માટે મંજુલાબેનને ફોન કરવા મોબાઇલ ફોન સ્વીચ અોફ કરી દીધો હતો. નોકરી અાપવની લાલચ અાપીને રૂા.17.50 લાખ રૂપીયાની છેતરપીડી અને વિશ્વાસધાત કરી હોવાની ફરીયાદ ગોધરાના અે ડીવીઝન પોલીસ મથકે મંજુલાબેન અંબાલાલ પંડયા સામે ફરીયાદ નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...