તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની સારવાર માટે વોર્ડ ઊભો કરવામાં આવ્યો

ગોધરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 દર્દીમાં 3ની ગોધરા સારવાર, 3 વડોદરા ખસેડાયા તથા 2 દર્દીના મોત

કોરોના બાદ મ્યુકરમાઇકોસીસના રોગના દર્દીઅો મળતાં ગભરાટ ફેલાયો હતો. મ્યુકરમાઇકોસીસના રોગ કોરોનાની દર્દીઅોની સંખ્યામાં વધારો થતાં ગોધરા સિવિલ ખાતે 8 દર્દીઅો મ્યુકરમાઇકોસીસના વોર્ડમાં દાખલ કર્યા હતા. વોર્ડમાં પ્રાથમીક લક્ષણ ધરાવતાં દર્દીઅોની સારવાર કરાય છે. મ્યુકરમાઇકોસીસના દર્દીઅો માટે 10 બેડનો વોર્ડ ઉભો કરીને અોકસીજન અને વેન્ટીનેટરની સુવિધા રાખી છે. જેમાં પ્રાથમિક લક્ષણ ધરાવતા દર્દીઅોના ઇન્જેકશન અાપીને સારવાર કરે છે.

સિવિલ ખાતે ઇઅેનટી સર્જન ન હોવાથી અોપરશેન ન થતાં દર્દીઅોને વડોદરા મોકલાય છે. ગોધરા મ્યુકરમાઇકોસીસના 8 દર્દીઅોઅે વોર્ડમાં સારવાર લીધી હતી. સરકાર તરફથી મ્યુકોમાઇકોસીસના સારવાર માટેના 98 ઇન્જેકશન અાપ્યા છે. વોર્ડમાં 3 દર્દીઅોની સારવાર કરીને સાજા કર્યા છે. જયારે 3 દર્દીઅોની સર્જરી કરવાની હોવાથી વડોદરા ખાતેની ગોત્રી હોસ્પિટલ ખસેડાયા છે. જિલ્લામાં સરકારી અાંકડા મુજબ 2 દર્દીઅોના મોંત થયા હતા.

જિલ્લામાં મ્યુકરમાઇકોસીસ દર્દીઅોમાં વધારો થતાં વોર્ડ બનાવ્યો હતો. પણ કોરોના કેસ હાલ ઘટી રહ્યા છે. તેમ જિલ્લામાંથી મ્યુકરમાઇકોસીસના દર્દીઅો પણ પણ ધીરે ધીરે ધટશે તેવી શકયતાઅો હાલ જોવાઇ રહી છે.

અોક્સિજન માસ્ક દર 3 દિવસે બદલેે છે
મ્યુકરમાઇકોસીસનો રોગ ફુગના કારણે થતો હોવાથી મ્યુકરમાઇકોસીસના રોગને અટકાવવા સિવિલ પ્રશાસને તકેદારીના પંગલા ભર્યા છે. સિવિલમાં અોક્સિજન બેડના માસ્ક દર 3 દિવસે બદલાય છે. જેથી ભેજથી બચી શકાય તેમજ અોકસીજન બેડ ખાલી થતાં અોકસીજન માટેની બોટલને ઉઘી કરી દેવામાં અાવે છે. અોકસીજન બોટલનું ડિસ્ટીલ વોટર પર વારવાર બદલેે છે.

અન્ય સમાચારો પણ છે...