તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલમાં કોરોના સંક્રમણના 6 કેસ નોંધાતાં કુલ આંક 9596 થયો

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાના સક્રિય કેસ 56 : સોમવારે 8 દર્દીઅો સાજા થતાં રજા અપાઇ

પંચમહાલ જિલ્લામાં બુધવારે 6 કોરોનાના પોઝિટિવ દર્દીઅો મળી અાવતા જિલ્લામાં કોરોના કુલ 9596 કેસ થવા પામ્યા હતા. 8 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપતા જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 56 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી શહેરી વિસ્તારમાંથી બુધવારે ગોધરા શહેરમા|થી 3 કેસ મળી અાવતાં શહેરી વિસ્તારોના કેસોની સંખ્યા 5519 થઈ છે.

જયારે બુધવારે ગોધરા ગ્રામ્યમાંથી 2 કેસ અને શહેરા ગ્રામ્યમાંથી 1 કેસ મળી અાવ્યો હતો. ગ્રામીણ વિસ્તારમાં કેસની સંખ્યા 4077 થઇ છે. 9354 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વગૃહે પરત ફર્યા હતા. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. 45 વર્ષથી ઉપરના 93 લોકોઅે રસી મુકાવતા કુલ 283624 વ્યક્તિઅે રસી મુકાવી હતી. અધધ કેસ આવવા લાગતાં લોકો રીતસરના આ મહામારી સામે ફફડી ગયા હતા. પરંતુ હવે આ મહામારીના વળતા પાણી થઈ ગયા છે. કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે.

મહીસાગર જિલ્લામાં પણ કેસ સતત ઘટી રહ્યા હોવાથી હાશકારો અનુભવાય રહ્યો છે. ત્યારે બુધવારે સાંજે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં એક પણ કેસ નહી નોંધાતા જિલ્લામાં હાલ 7489 પોઝીટીવ કેસ નોંધાયેલા છે. જ્યારે 5 દર્દીઓ સાજા થઈ ઘરે પહોચતા જિલ્લામાં 7380 દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા. કોરોનાનો કહેર ઘટતાં હાલ જિલ્લામાં માત્ર 36 કેસો એક્ટિવ છે.

જૂન મહિનાની શરૂઆતથી જ કેસોમાં ધરખમ ઘટાડો થઈ રહ્યા છે. અને હાલ બે કે ત્રણ જ કેસ આવી રહ્યા હોવાથી રાહત થઈ છે. કપરો સમય પસાર થાયા બાદ ધંધા-રોજગાર પણ ધમધમવા લાગ્યા છે. આ જ રીતે કેસ સતત ઘટતા રહશે આગામી સમયમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારો કોરોનામુક્ત થઈ જવાની શક્યતાઓ રહેલી છે. સતત ઘટી રહેલા કેસથી કોવિડ કેર સેન્ટરો પણ હવે ખાલીખમ થવા લાગ્યા છે

મહીસાગરમાં કોરોનાના દૈનિક કેસ તળિયે, બુધવારે એક પણ કેસ નહીં
લુણાવાડા. કોરોનાની બીજી લહેરમાં મહીસાગર જિલ્લામાં રેકોર્ડબ્રેક કેસ આવી રહ્યા હતા. જો કે હવે સમગ્ર રાજ્યમાં કેસ તળિયે આવ્યા છે. મહીસાગર જિલ્લામાં પણ છેલ્લા 24 કલાક દરમ્યાન એક પણ કેસ નોંધાયો ન હતો. છેલ્લા કેટલાય દિવસોથી કેસ ઘટી રહ્યા હોવાથી જિલ્લાના અનેક વિસ્તારો કોરોના મુક્ત થઈ રહ્યા છે. આગામી દિવસોમાં બાકીના વિસ્તારોમાંથી પણ એક્ટિવ દર્દીઓ સાજા થતાં કોરોનાના એક્ટિવ કેસો નહિવત રહેવાની આશા ઉભી થઈ છે. મહીસાગર જિલ્લામાં કોરોનાના દૈનિક કેસનો ઓકડો 210 પોહચ્યો હતો. અને એક્ટિવ કેસોનો આંકડો 1686 સુધી પહોચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...