તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલમાં ગુરુવારે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાતાં કુલ 9572

ગોધરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાના સક્રિય કેસ 76 થયા

પંચમહાલ જિલ્લામાં ગુરૂવારે 10 કોરોનાના પોઝીટીવ દર્દીઅો મળી અાવતા જિલ્લામાં કોરોના કુલ 9572 કેસ થવા પામ્યા હતા. 10 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 76 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી ગોધરા શહેરમાંથી 2 કેસ મળી અાવતા શહેરી વિસ્તારોમાંથી મળી આવેલા કેસોની સંખ્યા 5507 થઈ છે.

ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોમાં ગોધરા ગ્રામ્યમાંથી 01 કેસ, શહેરા ગ્રામ્યમાં 6 અને કાલોલ ગ્રામ્યમાંથી 1 કેસ મળી અાવતાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના કુલ કેસની સંખ્યા 4065 થવા પામી છે. 9310 દર્દીઓ કોરોનાને માત આપીને સ્વગૃહે પરત ફર્યા હતા. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડથી 119 દર્દીઅો મૃત્યુ પામ્યા હતા. જિલ્લામાં ગુરૂવારે 45થી ઉપરના 102અે રસી મુકાવતા અત્યાર સુધી કુલ 272479અે રસી મુકાવી છે.

અન્ય સમાચારો પણ છે...