તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પંચમહાલમાં કોરોનાના 192 કેસ નોંધાતાં આંક 7499

ગોધરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાલોલ તાલુકામાં 85 કેસો નોંધાયા : જિલ્લામાં 1258 દર્દીઅો હાલ સારવાર હેઠળ, 68 દર્દીઅોને રજા અપાઇ

પંચમહાલ જિલ્લામાં કોરોનાનો બેકાબુ બનતા કોરોના કેસોનો અાંકડો સતત વધી રહ્યો છે. જિલ્લામાં શનિવારે કોરોના પોઝીટિવ 192 કેસ નોધાતા કોરોના કુલ 7499 કેસ થયા હતા. શનિવારે જિલ્લાના શહેરી વિસ્તાર ગોધરા 35, હાલોલ 2 તથા કાલોલ 25 કોરોના કેસ નોધાતા શહેરી વિસ્તારમાં કોરોના કુલ 4820 કેસ નોધાયા હતા. જયારે ગ્રામ્ય વિસ્તારમાં ગોધરા 17, હાલોલ 17, કાલોલ 60, શહેરા 49, ઘોઘંબા 4 કોરોના પોઝીટીવ કેસ નોધાતા ગ્રામ્ય વિસ્તારમાં કુલ 2679 કેસ નોધાયા હતા.

જિલ્લામાં હાલોલ બાદ કાલોલ અને શહેરા તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતા કેસમાં ઉછાળો અાવી રહ્યો છે. શનિવારે કોરોના 68 દર્દીઅો સાજા થતાં તેઅોને રજા અપાઇ હતી. જિલ્લામાં કુલ 6065 કોરોના દર્દીઅો સાજા થયા હતા. હાલ જિલ્લામાં 1258 કોરોના સક્રીય દર્દીઅો સારવાર હેઠળ છે. જિલ્લામાં કોવિડથી 71 અને નોનકોવિડથી 108 કોરોના દર્દીઅોના મૃત્યુ પામ્યા હતા. 45 વર્ષથી ઉપર ઉમરવાળા 481ને કોરોના રસી મુકાવી હતી.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના 175 કેસ નોંધાયા
મહીસાગર જિલ્લામાં શનિવારે બાલાસિનોર તાલુકામાં 62, કડાણા તાલુકામાં 22, ખાનપુર તાલુકામાં 10, લુણાવાડા તાલુકામાં 21, સંતરામપુર તાલુકામાં 45 અને વિરપુર તાલુકામાં 15 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ અાવતા કોરોનાના અત્યાર સુધીમાં કુલ ૫૭૬૫ કેસ પોઝીટીવ નોધાયા છે.

સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકામાં 30, કડાણા તાલુકામાં 14, ખાનપુર તાલુકામાં 17, લુણાવાડા તાલુકામાં 35, સંતરામપુર તાલુકામાં 38 અને વિરપુર તાલુકામાં 19 દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપતાં જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4092 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 22 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 51 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 73 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

વરધરી PHC ખાતે RTPCR ટેસ્ટ કિટનો અભાવ
વરધરી PHC ખાતે RTPC ટેસ્ટની ફક્ત 20 કીટો આવતા ટેસ્ટ કરાવવા અાવતા ઢેસિયા, આગરવાડા, નમનાર, ભીમપુર, ચપટીયા, કડાચલા, માધવપુરા, ભુવાલ, વેડના લોકોને ધકકા ખાવા પડી રહ્યા છે. આરોગ્ય કેન્દ્ર દ્વારા સગવડતા મળતી નથી કર્મીઓ મનફાવે તેવું વર્તન કરી રહ્યા છે.

સંતરામપુરમાં બે દિવસમાં 92 દર્દીઓ સાજા થયા
સંતરામપુરમાં કોરોનાની સંખ્યાનો ઉછાળો થતાં સંખ્યાબંધ કેસો પોઝિટિવ આવતા હોય છે જ્યારે સંતરામપુરમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઅોઅે કોરોનાને માત અાપતાં બે દિવસમાં 92 કોરોના દર્દીઅો સાજા થતાં રજા અાપી હતી. સ્ટેટ હોસ્પિટલના અને મેડિકલ ઓફિસર ગોસાઈઅે તમામ દર્દીઓને રજા આપતી વખતે ગુલાબનું ફૂલ આપીને તમને શુભેચ્છા પાઠવી હતી. શુક્રવારે 54 અને શનિવારે 38 વ્યક્તિઓ કોરોના ની સામે જંગ જીતે ને આખરે કોરાના ને હરાવીને ઘરે પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...