તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવિડ-19 અપડેટ:પંચમહાલમાં નવા 10 કેસો નોંધાતાં કુલ 634 થયા, ગુરુવારે 7 કોરોના દર્દીઓ સાજા થયા

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પંચમહાલ જિલ્લામાં આજે 10 નવા કેસ મળી આવતા કુલ કેસની સંખ્યા 634એ પહોંચી છે. ન ગોધરા શહેરમાંથી 5, કાલોલના 3 તથા હાલોલના 2 કોરોના પોઝીટીવ નોધાયા હતા. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 524 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા 110 થઇ છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 7 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 380 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 213 છે, જેમની સારવાર ચાલી રહી છે. જયારે અેક કોરોના દર્દીઓનું મોત થતાં કુલ મોતનો આંકડો 29 થવા પામ્યો છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓ નામ
હાલોલ : પ્રમોદ રાજારામ ચમાર ઉમા સોસાયટી હાલોલ, પીન્ટુ નારાયણ મિશ્રા ઉમા સોસાયટી હાલોલ,

કાલોલ : કાલીદાસ ફુલચંદ કાછીયા કાછીયાની વાડી કાલોલ, પ્રભાતસિંહ ફતેસિંહ જાદવ કાછીયાની વાડી કાલોલ, રાકેશ કુમાર પટેલ શક્તિપુરા બાકરોલ કાલોલ,

ગોધરા : મિતેષ દિપકકુમાર શાહ નવકાર એપાર્ટમેન્ટ વર્ધમાન સોસાયટી ગોધરા, સુષ્માબેન ત્રિવેદી પરમહંસ સોસાયટી ગોધરા, પંકજ ત્રિવેદી પરમહંસ સોસાયટી ગોધરા, સાદીક ઝાક્કુદ્દીન ગુનિયાવાલા હયાતની વાડી ગોધરા, અાનંદીબેન પરમાર વાવડી ગોધરા

અન્ય સમાચારો પણ છે...