તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પંચમહાલ જિલ્લામાં શુ્ક્રવારે કોરોના સંક્રમિતોની સંખ્યા 25 નોંધાતા કુલ 4550 કેસ થયા હતા. શુક્રવારના રોજ ગોધરા શહેરમાં 3, હાલોલમાં 14 તથા કાલોલમાં 3 કેસ મળી આવતાં શહેરી વિસ્તારમાં કુલ 3415 સંક્રમણના કેસ નોંધાયા હતા. જયારે ગ્રામ્ય વિસ્તાર એવા ગોધરામાં 2, હાલોલમાં 1 અને કાલોલમાં 2 કેસ મળીને કુલ ગ્રામ્ય વિસ્તારમાં 1135 કોરોના કેસ થયા હતા. શુક્રવારે 20 કોરોના દર્દીઓ સાજા થતાં તેઓને રજા અપાઇ હતી. જિલ્લામાં કુલ 4163 દર્દીઓ સાજા થયા હતા. હાલ 235 કોરોના સક્રીય દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં માર્ચ માસમાં કોરોનાના કેસ કુલ 463 મળી આવ્યા હતા. જયારે સામે માર્ચ માસમાં 256 કોરોના દર્દીઓ સાજા થયા હતા.
મોરવા હડફ પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વરને કોરોના..
મોરવા (હ)ની વિધાનસભાની પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર હરપ્રીતસિંહ સેનીનો એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા.તેઓને ગોધરા સર્કિટ હાઉસ ખાતે હોમક્વોરન્ટાઇન કર્યા છે.
લોકોને ભય વગર રસી મૂકાવવા અપીલ કરી
રાજ્યભરમાં કોરોના વેકસીનેશનનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ કોરોના પ્રતિરોધક રસીકરણની કામગીરીને જિલ્લા કલેકટર આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિનેશન કાર્યક્રમને એક ઝુંબેશ રૂપે ઉપાડવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લામાં તા.1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના તમા લોકોને રસીકરણ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે શુક્રવારે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડે ઉંદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ મેડિકલ ઓફિસર ડો. રવિ શેઠના હસ્તે કોવિશિલ્ડ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ અન્યોને પ્રેરણા પૂરી પાડી છે. વધુમાં સાંસદે રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ નાગરિકોને પ્રેરક સંદેશો પાઠવતા જણાવ્યું કે, કોરોનાની રસી મુકાવવી ખૂબ જ જરૂરી છે. રસીની કોઈ આડઅસર થતી નથી. મે આજે કોરોનાની રસી મુકાવી છે અને સંપૂર્ણ સ્વસ્થ છું. રસીની કોઈ જ આડઅસર નથી.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.