તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:પંચમહાલમાં કોરોના પોઝિટિવના 20 કેસ નોંધાતાં કુલ આંક 3331

ગોધરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શુક્રવારે 39 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ

પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 સંક્રમણના 20 નવા કેસ મળતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3331 થઇ છે. ૩૯ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 211 રહ્યા છે, જેમની સારવાર હાથ ધરી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 17 કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી 10 અને હાલોલમાંથી 7 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2429 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી 3 કેસ મળી આવ્યા છે. ગોધરા ગ્રામ્યમાંથી 1 કેસ અને કાલોલ ગ્રામ્યમાંથી 2 કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા 902 થઇ છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 39 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી હતી.

આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 2997 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 211 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે. જયારે અેક કોરોના દર્દીનું મોત થયું હતુ. તેનો અોડીટ રીપોર્ટ અાવ્યો ન હોવાથી તેને નોન કોવિડમાં અારોગ્ય વિભાગે ગણ્યો છે. અામ જિલ્લામાં કોવિડથી 66 અને નોન કોવિડથી 57ના મોત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો