તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:પંચમહાલમાં કોરોના સંક્રમણના 29 કેસો નોંધાતાં કુલ કેસનો આંક 3190

ગોધરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 27 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, સક્રિય દર્દીઓનો આંક 233 થયો

પંચમહાલ જિલ્લામાં શનિવારે કોવિડ-19 સંક્રમણના 29 નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3190 થવા પામી છે. 27 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓ 233 રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 15 કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી ૦૭ અને હાલોલમાંથી 08 કેસ મળી આવ્યા છે.

શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2315 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી 14 કેસ મળી આવ્યા છે. ગોધરા ગ્રામ્યમાંથી 06 કેસ, હાલોલ ગ્રામ્યમાંથી 04, કાલોલ ગ્રામ્યમાંથી 03 અને ઘોઘમ્બા ગ્રામ્યમાંથી 01 કેસ મળી આવ્યા છે. આ સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળી આવેલ કેસોની સંખ્યા 875 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 27 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 2835 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 233 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...