કોરોનાવાઈરસ:પંચમહાલમાં રવિવારે વધુ 12 કેસ નોંધાતાં કોરોનાના કુલ 231 કેસ થયા

ગોધરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પંચમહાલમાં રવિવારે કોરોના 12 કેસ નોધાતાં કુલ 231 કેસ થયા હતા. રવિવારે ગોધરા સહીત તાલુકામાં 4 , હાલોલ-5, ઘોઘબા-1 અને કાલોલમાં 2 મળીને કુલ 12 કોરોના પોઝીટીવ કેસ મળતાં તમામને સારવાર શરૂ કરી હતી. રવિવારે બે કોરોના દર્દીઓએ કોરોનાને માત અાપતાં બેને રજા અપાઇ હતી. જિલ્લામાં કુલ 155 દર્દીઓને સાજા થયા હતા. જયારે કોરોનાથી 18 દર્દીઓના મોત થયા અને હાલ 55 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાનું લોકલ સંક્રમણ વધતાં 10 દિવસમાં જ 50 કેસ નોંધાયા.

ગોધરામાં શિક્ષક, 2 ડ્રાઇવરો સહિત 4 પોઝિટિવ
ગોધરા શહેરમાં લોકલ સંક્રમણ વધતાં રોજ કોરોનાનો દર્દી મળી આવે છે.રવિવારે વેજલપુર ખાતેના શિક્ષક અને ગોધરાના અફઝલ સ્કુલ પાસે રહેતાં હબીબુલ્લા સામોલનઓ બિમાર પડતાં તેઓને વડોદરાની હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં તેઓનો કોરોના રીપોર્ટ પોજીટીવ આવ્યો હતો. જયારે ગોધરા તાલુકાના સાંપા પાસેના મહુલીયા મંદિર ફળીયામા|રહેતો  36 વર્ષીય પ્રવિણભાઇ ભીમસિંહભાઇ પટેલીયા અને હરકુંડી ગામનો 52 વર્ષના રાઠોડ રમેશભાઇ વજેસિંહનાઓ અમદાવાદ ના ખાતેના મહંત સ્વામીને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતા. સ્વામીને કોરોના પોઝીટીવ આવતાં બંને જતાં વતન પાછા આવ્યા હતા.કોરોના રીપોર્ટ કરાવતાં બંનને પોઝીટીવ આવ્યો હતો.ગોધરાના પાર્વતી નગર ના42 વર્ષના લક્ષ્મણ  પ્રેમનંદ હરવાની નો રિપોર્ટ પોઝિટિવ આવતા ગોધરા સહિત તાલુકામાં 4 કેસ નોધાયા હતા.

હાલોલ તાલુકામાં પાંચ કોરોના પોઝિટિવ 
હાલોલ તાલુકામાં આવેલા તરખંડા ગામમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. હાલોલમાં રહેતા 22 વર્ષીય મોનાલી અનિશકુમાર ભટ્ટ અને તેમના પતિ 25 વર્ષનો અનિશભાઈ ભટ્ટને કોરોના પોઝિટિવ આવ્યો હતો. અગાઉ તેમની પુત્રીને પોઝિટિવ આવતાં તેમના સંપર્કથી આ બંને પણ સંક્રમિત થયા હતા. હાલોલના ઇન્દિરા નગરમાં રહેતો 22 વર્ષનો અલકેશ બારીઆ પણ પોઝિટિવ આવ્યો હતો.હાલોલ તાલુકામાં કોરોનાના કેસનો આંકડો  92 પર પહોંચ્યો છે. તરખંડા ના વિઠ્ઠલભાઈ સોલંકી(ઉ48) અને ઉષાબેન વિઠ્ઠલભાઈ સોલંકી(ઉ46) બંને પતિ પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલોલ તાલુકામાં આગામી બે-ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો સો સુધી પહોંચી જાય તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...