કોરોના અપડેટ:પંચમહાલમાં એક કોરોના કેસ નોંધાતા કુલ 2 સક્રિય સારવાર હેઠળ

ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ માં આંતરે દિવસે કોરોના પોઝિટિવ ના કેસ મળી રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓ જિલ્લા બહાર મુસાફરી કરીને આવ્યા હતા. ત્યારે ગોધરા ના વ્હોરવાડના આમલી ફળિયાની વ્યક્તિ સુરત સીટીમાંથી આવ્યા બાદ તબિયત લથડી હતી. તેનો કોરોનાનો ટેસ્ટ કરાવતા બુધવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા તેને આઇસોલેસન કરાયો હતો.

છેલ્લા 25 દિવસોમાં આંતરે દિવસે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે લગ્ન સિઝન ચાલતી હોવાથી માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ જરૂરી બન્યું છે. 1 કેસ નોંધાતા કોરોના કુલ કેસ 9615 થયા હતાં અને કુલ 9427 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડ થી 119 દર્દીઓ મૃત્યુ નોંધાયા છે. ગુરૂવારે 3238 વ્યક્તિઓને રસી મૂકતા કુલ રસીકરણમાં પ્રથમ અને બીજા ડોઝ લેનાર 21,54,234 વ્યક્તિઓએ કોરોના રસી લઈ લીધી છે.

અન્ય સમાચારો પણ છે...