કોરોના બેકાબૂ:પંચમહાલમાં કોરોના સંક્રમણના નવા 29 કેસ નોંધાતાં કુલ 1942 પોઝિટિવ

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 35 દર્દીઓને રજા અપાઈ
  • ગોધરામાં કોરોનાની સારવાર દરમિયાન 1નું મોત
  • ગોધરામાં 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
  • સક્રિય કેસોની સંખ્યા 2612

પંચમહાલ જિલ્લામાં મંગળવારે કોવિડ-૧૯ સંક્રમણના 29 નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 1942એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 22 કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 7 કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી 18, હાલોલ શહેરમાંથી 2 અને કાલોલ શહેરમાંથી 2 કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 1541 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી 1, ઘોઘંબા ગ્રામ્યમાંથી 1, કાલોલ ગ્રામ્યમાંથી 3, મોરવા હડફ ગ્રામ્ય1 અને શહેરા ગ્રામ્યમાંથી 1 કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા 401 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ 52 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 1585 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 261 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે. ગોધરા શહેરમાંથી બામરોલી રોડ ઉપરની આદિત્ય નગર સોસાયટીમાંથી એકજ પરીવારના 3 સભ્યો કોરોના ગ્રસ્ત થયા હતા. જેમાં સોની રાજેન્દ્રભાઇ વિનોદચંદ્રનું વડોદરા ખાતે સારવાર દરમ્યાન મોત થયું હતું. ગોધરાની આર્શીવાદ સોસાયટીમાંથી બે કોરોના પોઝીટીવ કેસ મળી આવ્યા હતા. જિલ્લામાં કોવિડથી 49 અને નોન કોવિડથી 46 ના મોત થયા હતા.

વધુ એક કેદી કોરોનાગ્રસ્ત થતાં કુલ 6 કેદી પોઝિટિવ
ગોધરાની સબજેલ ના કેદીઓ કોરોના સંક્રમિત થતાં જેલ પ્રશાસને જેલમાં સેનેટાઈઝીગ અને ઇમ્યુનીટી બુસ્ટરની દવા કેદીઓને આપી હતી. જેલના તમામ કેદીઓના આરોગ્યની તપાસ કરી હતી. સબજેલમાંથી વધુ એક કેદી કોરોનાગ્રસ્ત થતાં સબજેલના કુલ 6 કેદીઓ પોઝીટીવ થયા હતા. જેમાં 3 કેદીઓને કોવિડ હોસ્પીટલમાંથી રજા આપતાં તેઓને સબજેલના કોરોન્ટાઈન બેરેકમાં રાખવામાં આવ્યા છે. જયારે 3 કોરોના પોઝીટીસ કેદીઓ હાલ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...